January 19, 2022
Gujarat Network
Other ડાંગ

ડાંગ વન વિભાગ લુપ્ત થતા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળ

ડાંગ વનવિભાગ નર્સરી

ડાંગના સમૃધ્ધ જંગલોમાં અનેક પ્રકારના વૃક્ષો સચવાયેલા છે. લુપ્ત થતા વૃક્ષોમાં ખડસીંગ,મેઢસીંગ,પાટલા,રગતરોહિડા,કડાયો,બીયો,ઝાડભીંડા વિગરે ઔષધિય જાતના વૃક્ષો છે. આ ઉપરાંત ઈમારતી અને ઈતરવૃક્ષોનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. ઉત્તર ડાંગ વનવિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી ૧૦ નર્સરીઓમાં લુપ્ત થતી જાતોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. વનવિભાગના જહેમતભર્યા પ્રયાસ અને સંપુર્ણ સુરક્ષા સાથે લુપ્ત થતી જાતોના સંવર્ધનમાં આજે સફળતા મળી છે.
– ઉત્તર ડાંગ નાયબ વનસંરક્ષકશ્રી અગ્નીશ્વર વ્યાસ..

ડાંગ વનવિભાગ નર્સરી

(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૧૬ઃ ગુજરાત રાજ્યનો એકમાત્ર ભરપુર કુદરતી વનસંપદા ધરાવતો જિલ્લો એટલે ડાંગ. ગાઢ જંગલો અને ઔષધિય વનસ્પતિઓનો ખજાનો આ ડાંગ જિલ્લાની ઓળખ છે. સહયાદ્રીની ગિરિમાળાઓ સાથે જોડાયેલો ડાંગ જિલ્લો વૃક્ષોની સમૃધ્ધીના કારણે એક અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંનું પારંપારિક લોકજીવન અમૂલ્ય વારસો ધરાવે છે. નૈસર્ગિક સંપત્તિને જાળવી રાખવી આપણા સૌની ફરજ છે.
ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો જંગલોના કારણે સમૃધ્ધ છે. અહીંના જંગલોમાં લુપ્ત થઇ રહેલા દુર્લભ વૃક્ષોમાં ખડસીંગ,મેઢસીંગ,પાટલા,રગતરોહિડા,કડાયો,બીયો,ઝાડભીંડા વિગેરે કહી શકાય. ઉત્તર ડાંગ વનવિભાગ હસ્તકની કુલ ૧૦ જેટલી નર્સરીઓમાં જે વૃક્ષો વિલુપ્ત થવાના આરે છે તેવા વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. આ નર્સરીમાં આધુનિક પધ્ધતિના ઉપયોગ થકી વૃક્ષોની માવજત કરવામાં આવે છે. નામશેષ થઇ રહેલા વૃક્ષોના સંવર્ધન માટે વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ વર્ષે કુલ ૧૨ લાખ રોપાઓનું પ્લાન્ટેશન કરાશે અને ૩ લાખ રોપાઓ વનમહોત્સવમાં વિતરણ કરવાનું આયોજન છે. જેથી ૧૩૦૦ હેકટરમાં વન વિસ્તાર વધે સાથે જાગૃતિ આવે તેમજ આવનારી પેઢી ને પણ લાભ થાય. અમારા વનવિભાગની સમગ્ર ટીમને આ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન..

ડાંગ વનવિભાગ નર્સરી

વન મહોત્સવ દરમિયાન અમે ડાંગ જિલ્લામાં ઔષધિય,ફળાઉ,ઈમારતી તથા ઈતર જેવા કુલ ૩ લાખ વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે. તેમજ ૧૨ લાખ રોપાઓ નું પ્લાન્ટેશન કરવામાં આવશે. વનવિભાગની કુલ ૧૦ નર્સરીઓમાં આ વૃક્ષોના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
પરિક્ષેત્ર વન અધિકારીશ્રી જે.એ.ખોખરે જણાવ્યું હતું કે અમારા રેંજ વિસ્તારમાં આવેલી નર્સરી ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર ગણના ધરાવે છે. અહીં એકલાખ ચોવીસ હજાર વૃક્ષોનું જતન કર્યું છે. જેમાં ૧૨ થી ૧૩ જેટલી લુપ્ત થતી જાતોનો પણ સમાવેશ થાય છે. લવચાલી રેંજની કરંજડા નર્સરીમાં ૨૫ હજાર ઔષધિય રોપાઓનો પણ ઉછેર કરાયો છે. જેમાં બીલી,કરમદા,કડાયો,બીયો,મહુડો,ટીમરૂ જેવા વૃક્ષોની જાતો છે. જે ડાંગના ભગતોને ઔષધિય સારવાર માટે અપાશે.

Related posts

એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Gujarat Network

આહવા જનરલ હોસ્પિટલમાં મહિલાના પેટમાં ૨.૫ કિ.ગ્રા.ગાંઠનું ઓપરેશન સફળ બનાવી જીવનદાન આપ્યું

Gujarat Network

ગણદેવી તાલુકામાં પવન ગાજવીજ સાથે ૧ ઇંચ તોફાની પાછોતરો વરસાદ, મોસમ નો ૮૫.૦૪ ઇંચ વરસાદ નોંધાયો

Gujarat Network

નવસારીના સાંસદ સી.આર.પાટીલ ની ગ્રાન્ટ માંથી જિલ્લામાં ૧૦ કરોડના રસ્તાઓ મંજૂર

Gujarat Network

ચીખલીના ખૂંધમાં વીજ કરંટ લાગવાથી માતા,પુત્ર અને વહુ સહિત એકજ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

Gujarat Network

નવસારી જિલ્લા પોલીસ તંત્રની અસરકારક કામગીરી વાહન ચાલકો પાસે રૂ.૨૪૮૦૦/- નો દંડ વસૂલ કરાયો

Gujarat Network

ટિપ્પણી મૂકો