January 23, 2021
Gujarat Network
ડાંગ

આહવા જનરલ હોસ્પિટલમાં મહિલાના પેટમાં ૨.૫ કિ.ગ્રા.ગાંઠનું ઓપરેશન સફળ બનાવી જીવનદાન આપ્યું

ગુજરાત નેટવર્ક,ડાંગ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ,આહવા ખાતે ૪૨ વર્ષની મહિલાના પેટની ૨.૫ કિ.ગ્રા.ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
પેટમાં સખત દુઃખાવાની ફરિયાદ સાથે દગુનિયા ગામના રમીલાબેન રમેશભાઇ ચૌધરી ખાનગી દવાખાનાઓમાં આંટાફેરા મારીને કંટાળી ગયા હતા. તેણીના પેટમાં કાર્સિનોમાં ગાંઠ છે અને તે દુર કરવાનો ખર્ચ અંદાજીત ૮૦ હજાર રૂપિયા થશે એમ ખાનગી હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું. ગરીબ પરિવારમાંથી આવતી મહિલાની વ્હારે આહવા જનરલ હોસ્પિટલના ડોકટરોની ટીમ આવી. આ મહિલાને સરકારી સુવિધા અને સાંત્વન આપી પેટની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી મહિલાને જીવનદાન આપ્યું હતું.
ગાયનેકોલોજીસ્ટ ડો.સાવન જોષી એ જણાવ્યું હતું કે આ મહિલાને પેટમાં સતત દુઃખાવો થતા તેણીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં કાર્સિનોમાંની ગાંઠ હોવાનું જણાવી અંદાજીત એંસી હજારનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું. આવા સમયે ગરીબ પરિવારની આ મહિલા ખૂબ જ ચિંતિત હતી. ત્યારબાદ તેના માટે એક નવી આશાનું કિરણ જનરલ હોસ્પિટલ,આહવા બની. અમારી રોગચાળાની કોવિડ ૧૯ માં અમે તેની સારવાર કરી ૨.૫ કિ.ગ્રા.ની ગાંઠ દુર કરી મહિલાને જીવનદાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. ડોકટર સાવન જોષી ની ટીમ,મોહન બ્રધર અને સિસ્ટર ભાગ્યશ્રીએ ભારે જોખમ વચ્ચે ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ ગરીબ પરિવારે સમગ્ર ટીમ અને જનરલ હોસ્પિટલ,આહવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Gujarat Network

ડાંગ ના પૂર્ણાં વન્ય પ્રાણી અભ્યારણ માં દુર્લભ પ્રજાતિનું ચોસિંગા હરણ કેમેરામાં કેદ થયું

Gujarat Network

ડાંગ વન વિભાગ લુપ્ત થતા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળ

Gujarat Network

કેશબંધ ગામના યુવાન કવિ પ્રોફેસરે લોકડાઉનમાં ડાંગને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું

Gujarat Network

કોરોના સામે જંગ લડી ડાંગ જિલ્લો ફરી બન્યો કોરોનામુક્ત..

Gujarat Network

ડાંગ માં વન વિભાગ માં પટાવાળા તરીકે ફરજ બજાવતા પિતા નો પુત્ર આરએફઓ

Gujarat Network

ટિપ્પણી મૂકો