June 19, 2021
Gujarat Network
ગુજરાત

ભારત સરકારના “ બદલકર અપના વ્યવહાર-કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે જન-જાગૃત્તિ લાવવાનું કામ નહેરૂ યુવા કેન્દ્રના સ્વંયમ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે

ગુજરાત નેટવર્ક, નર્મદા :- ભારત સરકારના યુવાકાર્ય અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ભારત સરકારના “ બદલકર અપના વ્યવહાર કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા અને માસ્ક વગર બહાર ન નિકળવા જિલ્લામાં જન-જાગૃત્તિ લાવવાનું કામ નર્મદા જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના કો-ઓર્ડીનેટરશ્રી વી.બી.તાયડેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના યુવક મંડળ, મહિલા મંડળ તથા NYK ના સ્વંયમ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં સાર્વજનિક સ્થળો પર સુત્રોનું લેખન કરી લોકોમાં જન-જાગૃત્તિ ફેલાવવામાં આવી રહી છે. જેમાં “ કોરોના બિમારી સામે આપણે લડવાનું છે, બિમારોથી ભેદભાવ ન રાખો”, “લગાડી રહ્યા છે કોરોનાને લગામ, એવા યોધ્ધાઓને દેશની સલામ”, “કોરોનાને હરાવીશું, કોરોના યોધ્ધાઓનો હોંશલો વધાવીશું”, “આપણા ડૉક્ટરો અને નર્સો જાતે જ બિમારીના શિકાર બની રહ્યા છે. પરંતુ કોરોનાની જંગ સિપાહીની જેમ લડી રહ્યા છે. અમે તમારી સાથે છે અને અમે તમારા આભારી છે”, “કોરોનાને હરાવીશું-કોરોના યોધ્ધાઓનો હોશલો વધાવીશુ” જેમના હાથોથી મળી રહ્યું છે જીવન-એમનું સન્માન કરો જન જન” સુત્રો લખવામાં આવ્યા છે.

તેવી જ રીતે કોરોના યોધ્ધાઓ જેવા કે, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સ્ટાફનું સન્માન નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને તેમનો હોંસલો વધારવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના દિક્ષાબેન તડવી, કિરણભાઇ તડવી, આકાશભાઇ તડવી, કાજલબેન વસાવા, દિપેશભાઇ વસાવા અને લાલસીંગ વસાવા, શંકરભાઇ તડવી ,નીતાબેન તડવીની ટીમ આ ભગીરથ કાર્ય કરી રહી છે.

Related posts

જાણો ગુજરાત માં આજે કોરોના ના કેટલા કેસ સામે આવ્યા

Gujarat Network

જામનગરનું સુપ્રસિદ્ધ બાલાહનુમાન સંકીર્તન મંદિર દર્શન માટે ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી શા માટે રહેશે બંધ જાણો..

Gujarat Network

જાણો સરકારે હોમ આઇસોલેશન માટે શું માર્ગદર્શિકા જાહેર કરી

Gujarat Network

દ્વારકામાં આહીર અગ્રણીઓની હાજરીમાં સંત ઉપર થયેલા હુમલા ના પ્રયાસની ઘટના ને જામનગર આહીર સમાજે વખોડી કાઢયો

Gujarat Network

ધોરણ 12 ની પરીક્ષા લેવા બાબતે સરકારે લીધો અગત્યનો નિર્ણય

Gujarat Network

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું સફળ ઓપરેશન:દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશ પટેલ(દેલાડ)ભાજપ માં જોડાયા.

Gujarat Network

ટિપ્પણી મૂકો