May 6, 2021
Gujarat Network
ગુજરાત રમત ગમત

જાણો દેશને ક્રિકેટ વિશ્વ કપ માં વિજેતા બનાવનાર પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર ની શું છે દશા

વિશેષ અહેવાલ:જીગર નાયક,નવસારી

અંધ આંખો અંધકાર સાથે જીવે છે ત્યારે આ ભ્રમ ને ભાગનાર નવસારીનો અંતરિયાળ ગામ નો અંતરાષ્ટ્રીય ખ્યાતી ધરવતો ખેલાડીનો ઉપહાસ થતા સરકારી તંત્રના પાપે ખેતીના વ્યવસાયમાં મજુરી કરવા મજબુર બન્યો છે

દેશનું યુવાધન રમતગમત ક્ષેત્રે વિશ્વમાં ભારતનું નામ રોશન કરે તેવા હેતુથી સરકારએ રમતવીરો માટે નોકરી આર્થિક સહાય સહિત સામાજિક રીતે માનભેર જીવી શકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, ત્યારે કેટલીકવાર રમતવીરો વર્ષોની મહેનત થકી દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ આવ્યા બાદ ચાર દિવસ ખેલાડી નું બહુમાન થયા બાદ તેની સિદ્ધિ અને મેડલ ઘરના શો કેશમાં શોભાના વધારવા પૂરતા મર્યાદિત થઈ જાય છે અને ખેલાડીઓ પોતાની ઓળખ દિવસેને દિવસે ગુમાવી બેસે છે.

વાત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામની કે જ્યાં મોબાઇલના ટાવર થી લઈને દરેક ભૌતિક સુવિધાઓ સ્વપ્ન સમાન બની રહી છે ત્યારે આવા અંતરિયાળ ભૂમિ સાથે પાકેલા ખેલાડીઓની હાલત દયનીય બનીછે નરેશ તુમ્બ્ડા ને નાનપણથી જ ક્રિકેટમાં નામ કરવું હતું પણ બનેલા એક દુઃખદ બનાવ થી નરેશની એક આંખ કાયમ માટે દ્રષ્ટિહીન થઈ હતી જેથી તેણે હાર ન માનીને ક્રિકેટર બનવાના અથવા પ્રયત્નો શરૂ કર્યા હતા અને નાના ગામના યુવાનનું સપનું તેને વર્લ્ડકપ સુધી દોરી ગયું, 2018ના ઇન્ડિયન ક્રિકેટ એસોસિયેશન ફોર બ્લાઇન્ડના નેજા હેઠળ યોજાયેલી અંધજન વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત દેશના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 308 રનના લક્ષ્યાંક સામે ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 309 રન બનાવી શિકસ્ત આપી હતી

આવી મોટી ઉપલબ્ધિ મેળવ્યા બાદ પણ નરેશ તુમ્બ્ડા નવસારી જિલ્લાના અંતરિયાળ ગામમાં ગુમનામીમાં જીવન વિતાવી રહ્યા છે, ત્યારે પોતાને સંવેદનશીલ સરકાર ગણાવતી વર્તમાન ગુજરાત સરકારે આ ખેલાડી પ્રત્યેની સંવેદના ગુમાવી હોય તેમ આંતરરાષ્ટ્રીય ખેલાડી નરેશ ખેતીમાં મજૂરી કરવા મજબૂર બન્યા છે તેને સરકારી નોકરી અને પોતાનો ખોવાયેલો ગૌરવ ફરી પ્રાપ્ત થાય તે તેની ઈચ્છા છે નરેશ તુમ્બ્ડા જેવા અનેક ખેલાડીઓનો ઉપહાર થતા તેના જેવા સ્પોર્ટ ક્ષેત્રે કઈક કરવાની ખેવના ધરાવતા અનેક યુવાનોના સપનાઓ સરકારની બેદરકારી થી ચકનાચૂર થવાનું આ ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે

Related posts

ભારત સરકારના “ બદલકર અપના વ્યવહાર-કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે જન-જાગૃત્તિ લાવવાનું કામ નહેરૂ યુવા કેન્દ્રના સ્વંયમ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે

Gujarat Network

જામનગર શહેર સહીત સમગ્ર જીલ્લામાં સવારથી અવિરત મેઘમહેર યથાવત

Gujarat Network

બીલીમોરા નગરપાલિકા હવે વૈશ્વિક ફલક ઉપર આંગળીના ટેરવે : ઘરબેઠા વિવિધ સેવા સુવિધા સુલભ બની

Gujarat Network

જાણો આજે ગુજરાત માં કેટલા કોરોના ના કેસ સામે આવ્યા

Gujarat Network

જાણો ગુજરાતમાં આજે કોરોના ના કેટલા કેસો નોંધાયા

Gujarat Network

જામનગરમાં જે જગ્યા એ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે દરેડ માંથી એસ.ઓ.જી.એ એક બનાવટી તબીબને ઝડપી પાડયો

Gujarat Network

ટિપ્પણી મૂકો