August 3, 2021
Gujarat Network
ગુજરાત નવસારી

જાણો નવસારી માં કોરોના ના કેસ વધતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શું અપીલ કરવામાં આવી

Gujarat Covid 19

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં નીકળતા કોરોના ના કેસો થી ચિંતિત છે. કેસોની વિગતવાર માહિતી જોતા મોટાભાગના કેસો સુરત ખાતે નોકરી કરતા અને ખાસ કરીને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો અને અન્ય ફેક્ટરી અથવા સુરત ખાતે આવેલી ઓફિસમાં કામ કરતા અને નવસારી થી અપડાઉન કરતા લોકોમાં સંક્મણ નું પ્રમાણ વધારે જોવા મળે છે .સુરતના કતારગામ, વરાછા ,ઉધના પાંડેસરા જેવી જગ્યા અે કેસો નું પ્રમાણ વધારે જોવા મળે છે નવસારી થી સુરત ખાતે અપડાઉન કરતા વ્યક્તિઓએ ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે .તેઓ સતત માસક પહેરવો ,સેનીટાઇઝર નો ઉપયોગ કરવો ,વારંવાર હાથ ધોવા ,હાથ મોજા પહેરવા અને પોતાના ઘરના કુટુંબના અન્ય સભ્યો થી તેમજ સોસાયટી કે એપાર્ટમેન્ટ ના બીજા સદસ્યો થી અલગ રહેવું જેથી એમનો સંક્રમણનો ભોગ અન્ય કોઈ વ્યક્તિ ન બને અને તેઓ જ્યાં પણ નોકરી કરે છે તે સ્થળ પર બીજા સહકર્મચારીઓ થી ૩ થી ૪ ફૂટ જેટલું અંતર રાખવું. તેમની સાથે કામ કરતા કોઈ પણ વ્યક્તિ માં તાવ, શરદી,ખાંસી જેવા લક્ષણો જણાય તો તે વ્યક્તિને સારવાર માટે મોકલી આપવા. જે વ્યક્તિને ઘરે આવ્યા બાદ તાવ ,શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય વિભાગને જાણ કરવી અને સરકારી દવાખાનામાં નિદાન અને સારવાર કરાવવી. બીમાર વ્યક્તિ એ અન્ય વ્યક્તિઓથી દૂર રહેવું. જે કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેઓએ પણ 14 દિવસ સુધી પોતાના જ ઘરમાં home quarantine થઈને રહેવું. સતત સાવચેતી કાળજી અને સ્વરક્ષણ રાખી પોતાને અને પોતાના કુટુંબના સભ્યો તથા સમાજને કોરોના રોગના ચેપથી બચાવવા માટે જિલ્લા પંચાયત નવસારી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રની નમ્ર અપીલ છે.

Related posts

જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં કચરાગાડીના ચાલકે ગાયને હડફેટમાં લેતાં જીવદયાપ્રેમીઓમાં રોષ

Gujarat Network

જાણો આજે ગુજરાત માં કોરોના ના કેટલા કેસ સામે આવ્યા.

Gujarat Network

જામનગરમાં જે જગ્યા એ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે દરેડ માંથી એસ.ઓ.જી.એ એક બનાવટી તબીબને ઝડપી પાડયો

Gujarat Network

જાણો નવસારી ના ક્યાં વિસ્તારમાં એપાર્ટમેન્ટ ની બાલ્કની તૂટી પડી

Gujarat Network

ગણદેવી તાલુકામાં સતત ૧૧ દિવસોથી વરસાદની હાથતાળી, બિયારણ અને મહેનત એળે જવાની ભીતિ સાથે જગતનો તાત મૂંઝાયો

Gujarat Network

નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

Gujarat Network

ટિપ્પણી મૂકો