June 19, 2021
Gujarat Network
નવસારી

બીલીમોરા દેસરા મામાદેવ મંદિરે પૂજા કરવા જતા પલ્સર સવાર જીતેશ રાઠોડનું જેસીબી ની ટક્કરે કરુણ મોત

બીલીમોરાનાં દેસરા મામાદેવ મંદિરે મંગળવાર સવારે પૂંજા કરવા નીકળેલા બાઇક સવાર યુવાન જેસીબીની ટકકરે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરેરાટી વ્યાપી હતી. દરમિયાન ટૂંકી સારવાર બાદ બાઇક ચાલક જીતેશ રાઠોડ નું કરૂણ મોત સામે આવતા સમગ્ર ઓરિયા મોરિયા વિસ્તારમાં શોક પ્રસરી ગયો હતો.

બીલીમોરા દેસરા સ્થિત ઓરિયામોરિયા વિસ્તારમાં બરોડીયાચાલ માં રહેતો જીતેશ સુભાષભાઈ રાઠોડ મંગળવાર સવારે નવેક કલાકના અરસામાં દેસરા ફાટક નજીક મામાદેવ મંદિરે પૂંજા કરવા નીકળ્યો હતો. પોતાની પલ્સર મોટરસાયકલ જીજે.૧૬.એએ. ૩૧૧૪ ઉપર મંદિર નજીક પહોંચ્યો હતો. તે વેળા સામેથી આવતા જેસીબી નં. જીજે ૧૬ એ એ ૨૦૦૧ ટક્કર મારી હતી. જેસીબી પાવડા નો દાંતો જીતેશની છાતીમાં જમણી પાંસળીમાં બાજુ ઘૂસી જતાં લોહીલુહાણ હાલતમાં બાઈક ઉપરથી પટકાયો હતો. જેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બીલીમોરાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ચીખલી ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બુધવાર વહેલી સવારે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. જેને પગલે ઓરિયા મોરિયા વિસ્તારમાં શોક પ્રસરી ગયો હતો. જે સાથે પત્ની અને વિધવા માતાએ જીવનનો આધાર ગુમાવ્યો હતો. સમગ્ર મામલે મૃતકના માસા બચુભાઈ છોટુભાઈ રાઠોડ(૪૮) રહે. મોરિયા મોરિયા એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેની વધુ તપાસ સેકંડ પીએસઆઇ ચૌધરી ચલાવી રહ્યા હતા.

Related posts

જોગવાડ ગામે ખેડુતના ખેતરમાંથી ત્રણ વર્ષની દિપડી મૃત હાલતમાં મળી

Gujarat Network

નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

Gujarat Network

નવસારી જિલ્લા પોલીસ તંત્રની અસરકારક કામગીરી વાહન ચાલકો પાસે રૂ.૨૪૮૦૦/- નો દંડ વસૂલ કરાયો

Gujarat Network

જાણો નવસારી માં કોરોના ના કેસ વધતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શું અપીલ કરવામાં આવી

Gujarat Network

બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ નાયક ની દીર્ઘદ્રષ્ટિ ના કારણે મળશે શહેર ને અનોખી ભેટ

Gujarat Network

રાજ્યની સંવેદનશીલ સરકારે ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણય લઈ ગુજરાતના વિકાસની ગતિને તેજ બનાવી છે – આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)

Gujarat Network

ટિપ્પણી મૂકો