મયુર દેસાઈ, ચીખલી
ચીખલીના વાંઝણા ગામે રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ કરવાના મામલે અખબારી અહેવાલ બાદ પોલીસે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વાંઝણાના ટાઇગર ફાર્મ હાઉસે બનેલી ઘટનામાં પોલીસે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સાવંતરામ ઉર્ફે ભાયજી જાટ વિરુધ્ધ ગુનો તપાસ હાથ ધરી.
ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી દીપકસિંહ નરસિંહ રાજપૂત (રહે.ફડવેલ ગામતળ તા.ચીખલી) ની વાંઝણા ગામે ટાઇગર ફાર્મ હાઉસ ખાતે રહેતા સાવંતરામ ઉર્ફે ભાયજીભાઈ જાટ સાથે ૨૦૧૪ ના વર્ષમાં ઓળખાણ થયા બાદ તેમને ભાયજીએ રાનવેરી કલ્લા ગામે એક પાર્ટી જમીન વેચવાની છે.તેમ જણાવી આ જમીન બતાવી હતી.તે જમીન લેવા માટે દીપકસિંહ એ થોડા થોડા કરી રૂ.૧૩ લાખ સાવંતરામને આપ્યા હતા.બાદમાં થોડા સમય પછી આ જમીન સાવંતરામએ બીજાને વેચી દીધી હોવાનું જણાતા દિપક રાજપૂતના બાકી નીકળતા રૂ.૧૩ લાખ ની ઉઘરાણી કરતા સાવંતરામ અવાર-નવાર વાયદાઓ કરતો હતો.
દરમ્યાન ૨૭-જુનને શનિવારની સાંજના સમયે દીપકસિંહ અને તેનો મિત્ર સાથે વાંઝણા ખાતે આવેલ ટાઇગર ફાર્મ હાઉસ ઉપર જઇ સાવંતરામ ઉર્ફે ભાયજી જાટ પાસે બાકી નીકળતા રૂપિયાની માંગણી કરતા હું તને એક રૂપિયો આપવાનો નથી તેમ જણાવી જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ કાઢી દીપકસિંહ પર ફાયરિંગ કરતા તેણે પોતાનો બચાવ કરતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.બાદમાં બચવા માટે ભાગી તેમની વેગનઆર કારમાં બેસી જતા કુહાડીના ધા કાર પર મારતા કારને પણ નુકશાન થયું હતું.સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ગંભીર બનાવના અખબારી અહેવાલ બાદ પોલીસે સાવંતરામ ઉર્ફે ભાયજીભાઈ જાટ (રહે.ટાઇગર ફાર્મ વાંઝણા તા.ચીખલી) સામે હત્યાની કોશિશ,જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પીઆઇ-ડી.કે.પટેલ કરી રહ્યા છે.