May 6, 2021
Gujarat Network
વલસાડ

કોવિડ-૧૯ને અનુલક્ષીને વલસાડ જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ બેઠક યોજી

અંકુર પટેલ,વલસાડ

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના કેસોને ધ્‍યાને લઇ જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ જિલ્લાના આરોગ્‍ય વિભાગના ડૉકટરો સાથે બેઠક યોજી હતી.
બેઠકને સંબોધતા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ જણાવ્‍યું હતું કે, જ્‍યાં પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ છે ત્‍યાં સર્વેલન્‍સ વધારવામાં આવે તે જરૂરી છે. કોઇ વ્‍યક્‍તિને તાવ વગરે હોય તો તેNને મેડીકલ સ્‍ટોરમાંથી સીધી દવા ન આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવે, ખાનગી દવાખાનાઓમાં આવતા દર્દીઓમાં કોરોનાને લગતા કોઇ પણ લક્ષણ દેખાય તો તેની જાણ આરોગ્‍ય વિભાગને થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા, પી.એચ.સી., સી.એચ.સી.માં મળતી સારવારના દર્દીઓ બિનજરૂરી સિવિલ હોસ્‍પિટલમાં રીફર ન થાય તેનું ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું.
આ ઉપરાંત સિવિલ હોસ્‍પિટલમાં બેડની વ્‍યવસ્‍થા, વેન્‍ટીલેટર, ઓકિસજનનો પુરવઠો, પોઝીટીવ આવેલા કેસોમાં કોન્‍ટેક્‍ટ વ્‍યક્‍તિઓની યાદી ઝડપથી તૈયાર કરવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.
બેઠકમાં ડૉકટરો સાથે ચર્ચા-વિચારણા કરી વધુ સારી કામગીરી કઇ રીતે કરી શકાય તેના મંતવ્‍યો પણ સચિવશ્રીએ મેળવ્‍યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપુત સહિત આરોગ્‍યના ડૉકટર્સ અને અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.
-૦૦૦-

Related posts

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન ન કરનાર ઔદ્યોગિક એકમો સામે થશે કાર્યવાહીઃ જિલ્લા કલેક્‍ટર શ્રી આર.આર.રાવલ

Gujarat Network

કોરોના માત આપી પુનઃ નોકરી ઉપર જોડાતાં કંપની દ્વારા ઉમળકાભેર સ્‍વાગત

Gujarat Network

વાપી નગરપાલિકાના ચલા વિસ્‍તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

Gujarat Network

આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરમબેલા ખાતે આદિજાતિ ખેડૂતોને ખાતર વિતરણ કરાયું

Gujarat Network

વાપી ખાતે ૧૮ હજારથી વધુ લોકોને હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્‍બમનું વિતરણ

Gujarat Network

વલસાડમાં વિશ્વ યોગ દિન અન્‍વયે કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળી

Gujarat Network

ટિપ્પણી મૂકો