અંકુર પટેલ,વલસાડ
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવાર થી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી …વલસાડ જિલમાં વરસાદ સાથે પવન પણ ફૂંકાતા અનેક વિસ્તારોમાં ઝાડો પડવાના બનાવો બન્યા હતા…પહેલા વરસાદ માં જિલ્લાના વાપી તાલુકા ના કવાલ ગામે પણ 6 થી 7 જેટલા ઘરો ના પતરાં ઉડીયા હતા …..ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા કવાલ ગામ ના ખાંડકવા ફળિયા માં થયું ભારે નુકશાન. ….6 થી 7 જેટલા ઘરો ના પતરાં અને નડિયા ઉડયા તો ઘરો માં દીવાલ પડી તો પતરા તૂટી ને ઘરો માં પડયા પણ પડ્યા હતા….જેને પગલે ઘર વખરી સામાન તેમજ અનાજ વરસાદ ને લઈ પલડયું અને ભારે નુકશાન થયું હતું…તેમજ 5 થી 7 જેટલા વૃક્ષો પડ્યા સાથે બે જેટલા વિઝ પોલ પડ્યા જેને લઈ ગામ ના રસ્તા પણ થોડા સમય માટે બંધ થયા હતા અને વીજળી ડુલ થઈ હતી….ઘટના બાદ ગામના લોકો મદદે દોડી આવ્યા હતા…અને નુકશાન થયેલા ઘરો માં સમારકામ હાથ ધરાયુ હતું…..તો ગામના સરપંચે તાત્કાલિક દોડી આવી ને લોકો ની મદદે લાગ્યા હતા.. તેમજ વિઝ વિભાગ અને વહીવટી તંત્ર ને જાણ કરી હતી….