June 19, 2021
Gujarat Network
ગુજરાત

જામનગર શહેર સહીત સમગ્ર જીલ્લામાં સવારથી અવિરત મેઘમહેર યથાવત

 

સવારના ૬ થી ૧૨ વાગ્યા દરમ્યાન કાલાવાડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ

 

 

પ્રતીક રાઠોડ,જામનગર

જામનગર શહેર  સહીત જીલ્લામાં આજે પણ અવિરત વરસાદ વરસવાનું શરૂ રહ્યું છે. જીલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને જીલ્લ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કાલાવાડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો વળી સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

જામનગર શહેર અને જીલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ વાવણી કર્યા બાદ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ જામનગર સહીત જીલ્લામાં અવિરત મેઘમહેર થઇ રહી છે. જેમાં સવારના ૬ વાગ્યા થી ૧૨ દરમ્યાન જીલ્લાના તાલુકા મથકોએ વધુ દોઢ થી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

જામનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું અને પવન સાથે સતત વરસાદ વરસતો રહ્યો હતો. સવારના ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે કાલાવડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ જામજોધપુરમાં દોઢ, જામનગરમાં પોણા બે ઇંચ, જોડીયામાં સવા, ધ્રોલમાં બે અને લાલપુરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

 

શનીવારથી આજે બપોરના બાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં સાડા સાત ઇંચ, કાલાવાડમાં નવ ઇંચ, ધ્રોલમાં સાડા સાત ઇંચ, લાલપુરમાં પોણા આંઠ ઇંચ, જોડીયામાં પોણા ચાર ઇંચ જયારે જામનગરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

 

જામનગર સહીત સમગ્ર જીલ્લામાં શનિવારથી અવિરત મેઘમહેર થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઈ છે. જીલ્લામાં સતત વરસતા વરસાદને નદી-નાળામાં નવા નીરની આવક થઇ છે. ખેડૂતોએ અગાઉ વાવણી કર્યા બાદ સારા વરસાદથી જીલ્લામાં ચારેકોર હરિયાળી છવાઇ ગઈ  છે. કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેટલાક ગામોમાં કોઝવે ઉપર પાણી ફરી વળતા થોડા સમય માટે રસ્તાઓ પણ બંધ થઇ ગયા હોવાના અહેવાલો સાંપડ્યા છે.

Related posts

જાણો ગુજરાત માં આજે કોરોના ના કેટલા કેસ સામે આવ્યા.

Gujarat Network

જામનગરનું સુપ્રસિદ્ધ બાલાહનુમાન સંકીર્તન મંદિર દર્શન માટે ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી શા માટે રહેશે બંધ જાણો..

Gujarat Network

જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને જામનગરની ૪ નગરપાલિકાઓને રૂ.૧.૧૨,૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું

Gujarat Network

જામનગરની સૌનીક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

Gujarat Network

જાણો ગુજરાત માં આજે કોરોના ના કેટલા કેસો સામે આવ્યા.

Gujarat Network

છોટી કાશી જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

Gujarat Network

ટિપ્પણી મૂકો