January 23, 2021
Gujarat Network
ડાંગ

ડાંગ માં વન વિભાગ માં પટાવાળા તરીકે ફરજ બજાવતા પિતા નો પુત્ર આરએફઓ

સ્વપ્ન પૂરું કરતા દીકરાને કારણે પિતાની છાતી ગદગદ,

કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ભૌગોલિક ડુંગરાળ પ્રદેશમાં રમત ગમત,પ્રકૃતિક,સામાજિક કૌશલ્યો ધરાવતા પ્રતિભા બહાર આવી રહી છે.
ગરીબ આદિવાસી પરિવારમાં ઉછરેલા દીકરાને કારણે સમાજમાં પિતાનું નામ ઊંચું થયું છે, વનવિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ગણેશભાઈ ગાયકવાડ જ્યારે તેમના અધિકારીને સ્લામી આપતા ત્યારે વિચારતા કે મારો દીકરો પણ એક દિવસ સાહેબ બનશે, પોતાનું સમગ્ર જીવન સેવામાં ખર્ચી કાઢનાર પિતાનું સ્વપ્ન આજે તેમના દીકરાએ પૂરું કર્યું છે, અને આટલા ઊંચા હોદ્દા ઉપર એક વન અધિકારી તરીકે ફરજ બજવાતા હોવા છતાં પટાવાળા ગણેશભાઈને ત્રણ પુત્ર અને એક પુત્રી મળી ચાર સંતાનોને મોંઘવારી ના સમયમાં પણ ઉચ્ચ શિક્ષણ આપી પગભર કર્યા છે.તેમનો નાનો પુત્ર bsc.msc.phd ની ડિગ્રી મેળવી ડાંગના સાકરપાતાળ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

 

N
મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સાર્થક કરતા PhD ની ડિગ્રી હાસિલ કરનાર આદિવાસી ફોરેસ્ટ ઓફિસર પરેશભાઈ જી ગાયકવાડે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતા ગણેશભાઈ આહવા વન વિભાગના કચેરીમાં પટાવાળા ની નૌકરી કરતા હતા.તેમજ માતા ખેતીમાં જોડાયેલ હોય મને પ્રકૃતિ પ્રત્યે નાનપણથી જ લગાવ હતો.પિતાની નૌકરી સમયે અવારનવાર તેમના સાથે કચેરીએ જવાનું થતું હોય આવી નૌકરી માં જોડાવાની ઈચ્છા જાગી હતી.તેમને 3 થી 10 ધોરણ સુધી આહવા દીપદર્શન સ્કૂલમાં શિક્ષણ લીધું ત્યારબાદ 11,12,સરકારી માધ્યમિક શાળા આહવા પૂર્ણ કરી,વધુ અભ્યાસ અર્થે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં bsc.msc.phd કરી ગુજરાત પબ્લિક સર્વિસ માં અરજી કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થઈ મહારાષ્ટ્રના સાંગલી ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી કાકરાપાર માં પોસ્ટિંગ થઈ ત્યાં ત્રણ મહિનામાં દક્ષિણ ડાંગ વન વિભાગ ના સાકરપાતાળ રેન્જમાં સેવા કરવાનો મોકો મળતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું.હાલ તેઓ વતનમાં લોકોથી પરિચિત હોય સ્થાનિક લોકો સાથે જંગલનું મહત્વ સમજાવી સમૃદ્ધ જંગલ આવનારી પેઢી માટે સંવર્ધન થાય તેમજ બિનજરૂરી રીતે વૃક્ષછેદન અટકે તેવા પ્રયાસ સાથે જનજાગૃતિના અનેક પ્રયાસો હાથ ધરી સફળ સંચાલન કરી જંગલની જાળવણી કરી રહ્યા છે.ત્યારે પરેશભાઈ ગાયકવાડની મહેનતથી ડાંગમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ ડાંગ જિલ્લાના પ્રતિભામાં વધુ એક પીછું ઉમેરાતા ડાંગ પ્રદેશના લોકોને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે.

Related posts

ડાંગ ના પૂર્ણાં વન્ય પ્રાણી અભ્યારણ માં દુર્લભ પ્રજાતિનું ચોસિંગા હરણ કેમેરામાં કેદ થયું

Gujarat Network

આહવા જનરલ હોસ્પિટલમાં મહિલાના પેટમાં ૨.૫ કિ.ગ્રા.ગાંઠનું ઓપરેશન સફળ બનાવી જીવનદાન આપ્યું

Gujarat Network

એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Gujarat Network

ડાંગ વન વિભાગ લુપ્ત થતા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળ

Gujarat Network

કેશબંધ ગામના યુવાન કવિ પ્રોફેસરે લોકડાઉનમાં ડાંગને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું

Gujarat Network

કોરોના સામે જંગ લડી ડાંગ જિલ્લો ફરી બન્યો કોરોનામુક્ત..

Gujarat Network

ટિપ્પણી મૂકો