June 19, 2021
Gujarat Network
ગુજરાત

જામનગરમાં જે જગ્યા એ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે દરેડ માંથી એસ.ઓ.જી.એ એક બનાવટી તબીબને ઝડપી પાડયો

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તાર મા કોઈપણ પ્રકારની ડીગ્રી વિના ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની ટીમે દરોડો પાડી બોગસ તબીબને ઝડપી પાડયો છે, અને તેના દવાખાનામાંથી એલોપથીની દવા ને લગતી જરૂરી દવા ની સામગ્રી વગેરે કબજે કરી લીધી છે અને તેની સામે પંચકોશીબી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
એક તરફ વહીવટી તંત્ર, આરોગ્ય અને પોલીસ તંત્ર કોરોનાના નાથવા સરકારના માર્ગદર્શન મુજબ દિવસ રાત એક કરી રહ્યા છે. આવા સમયે જામનગર સહીત રાજ્યભરમાં અને જગ્યાએ બોગસ ડોકટરો જનઆરોગ્ય સાથે છડેચોક ચેડા કરી રહ્યા છે. આવો જ એક બોગસ તબીબ જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી રંગે હાથ પકડાયો છે. એસઓજી શાખા એ તેને પકડી લઈ પંચકોશી બી ડીવીજન પોલીસના હવાલે કર્યો છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક બોગસ તબીબ જાહેર મા મેડીકલ પ્રેકટીશ કરી નાગરિકોના આરોગ્ય માટે ખાતરારૂપ બની રહ્યો હોવાની વિગતો સામે આવતા એસઓજી ની ટીમે દરેડ જીઆઈડીસી ફેસ થ્રી વિસ્તારમાં સેડ નંબર ૪૪૨૩ માં દિપાલી કલીનિક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો જેમાં કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો ઘોડા ડોક્ટર પ્રદીપ ચાવડા દર્દીઓને ચકાશી દવા આપતો મળી આવ્યો હતો. પોલીસે ક્લીનિક પરથી એક સ્ટેથોસ્કોપ, એક બીપી માપવાનું મશીન, ચાર ગ્લુકોઝના બાટલા, ૧૮ નંગ પ્લાસ્ટિકની બાટલા ચડાવવાની નળીઓ, છ નંગ ઈન્જેકશન, જુદી જુદી કંપનીની એલોપથી દવાઓ કબજે કરવામાં આવી હતી. એસઓજીએ આ ઘોડા ડોક્ટરની સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

અંતે…., જામનગરમાં પૂરના પાણીમાં તણાઈ ગયેલી બે વર્ષની બાળકીની ત્રણ દિવસ બાદ લાશ મળી

Gujarat Network

ચોક્કસ સમયે, ચોક્કસ માણસ ની મોદીજી દ્વારા પસંદગી એટલે અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, જાણો કેમ ને કેવી રીતે?

Gujarat Network

જાણો આજે ગુજરાત માં કોરોના ના કેટલાં કેસ સામે આવ્યાં

Gujarat Network

દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ શુભેચ્છા પાઠવી…

Gujarat Network

જામનગર જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા બે હજારની કોણ કરતું માંગણી જાણો…

Gujarat Network

જાણો રાજ્ય માં આજે કોરોના ના કેટલા કેસ સામે આવ્યાં

Gujarat Network

ટિપ્પણી મૂકો