August 3, 2021
Gujarat Network
નવસારી

બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ નાયક ની દીર્ઘદ્રષ્ટિ ના કારણે મળશે શહેર ને અનોખી ભેટ

 

બીલીમોરા નગરપાલિકા ૧૨૦ વર્ષના ઈતિહાસમાં રૂ.૯.૯૪ કરોડના ખર્ચે પ્રથમ અધ્યતન સ્વિમિંગ પૂલ શહેરીજનોને ભેટ ધરશે.પાલિકા ભવન નજીક સોમનાથ તળાવની ઉત્તરે ૪૬૮૯૨ ચો.ફૂટ વિસ્તારમાં ૫૦ મીટર લાંબો, ૨૫ મીટર પહોળો અને ૪ થી ૧૨ ફૂટ ઊંડા અને આંતરાષ્ટ્રીય ધારાધોરણ ધરાવતા તરણકુંડ ને વહીવટી મંજૂરી મળતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ.

બીલીમોરા,તા.૧૧ બીલીમોરા નગરપાલિકાની સ્થાપના વર્ષ ૧૯૦૧ માં થઈ હતી. તેમ છતાં પાલિકાના સામાન્ય નાગરિકો માટે એક પણ સ્વિમિંગ પૂલ ન હતો. પાલિકાના પ્રમુખ મનીષ નાયક ની દીર્ઘદ્રષ્ટિ અને આગવી કોઠાસૂઝ ને કારણે શહેરને રૂ.૯.૯૪ કરોડ ના ખર્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો નો સ્વિમિંગ પુલ સાથે ઇન્ડોર ગેમ્સ, યોગા જેવી અનેક સુવિધાઓ પ્રાપ્ત થશે. તાંત્રિક અને વહીવટી મંજૂરી મળતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-૮૮ અંતર્ગત શહેરની આગવી ઓળખ ઉભી કરવા સરકાર દ્વારા બીલીમોરા નગરપાલિકા ને રૂ. ૪ કરોડની ફાળવણી કરાઈ હતી. તે સાથે પાલિકા ભવન નજીક સોમનાથ તળાવની ઉત્તરે મંજુર થયેલ નગર રત્ન યોજના (ટીપી સ્કીમ) અંતર્ગત જાહેર હેતુ અનામત પ્લોટમાં ૪૬,૮,૯૨ ચોરસ ફુટ વિસ્તારમાં રૂ. ૪,૯૪,૮૦,૮,૫૦ ના ખર્ચે ૨૦૦ લોકોની બેઠક વ્યવસ્થા સાથે ૫૦ મીટર લાંબો ૨૫ મીટર પહોળો અને એક છેડેથી બીજા છેડા સુધી ૪ થી ૧૨ ફૂટ ઊંડાઈ ધરાવતો સાથે આંતરાષ્ટ્રીય ધારાધોરણ ધરાવતો સ્વિમિંગ પૂલ આકાર લેશે. તે સાથે ઇન્ડોર ગેમ્સ, યોગા, પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. જેની તાંત્રિક મંજુરી બાદ પ્રાદેશિક કમિશનર કચેરી સુરત દ્વારા વહીવટી મંજૂરી મળતા હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. સંભવતઃ આગામી ૧૬મી ઓગસ્ટ આસપાસ ભૂમિ પૂજન માટે તૈયારી પણ આરંભી દેવાઈ છે. સરકારે ફાળવેલા ૪ કરોડ ઉપરાંત વધારાનો ખર્ચ બીલીમોરા નગરપાલિકા ૧૪ માં નાણાપંચ  પરફોર્મન્સ ગ્રાન્ટ હેઠળ કરનાર છે.

Advertisement

સોમનાથ તળાવનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. નજીકમાં સોમનાથ દાદા સહિત અનેક પૌરાણિક મંદિરો છે. ત્યારે અહીં અધ્યતન સ્વિમિંગ પૂલ શહેરને આગવી ઓળખ આપશે. શહેરીજનોને ગરમીમાં અકળામણ થી રાહત મળશે અને તરવાથી શરીરનું તાપમાન જાળવણી સાથે શારીરિક-માનસિક અનેક ફાયદાઓ પણ થશે. સ્વિમિંગ પૂલ નાં બીજા ચરણમાં (સેકન્ડ ફેઝ) માં બેડમિન્ટન, મલ્ટીપર્પજ હોલ, જિમ સહિત અનેક સુવિધાઓ હાથવગી બનશે. શહેરીજનોનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.

Related posts

ધમડાછા અંબિકાનદીના પુલ પરથી યુવાને લગાવી મોતની છલાંગ

Gujarat Network

ગણદેવીના અંભેટા ગામે કુદરતનો કરિશ્મા અજગર ના ઈંડા માંથી બે ફૂટ લાંબા ૨૮ બચ્ચાએ જન્મ લીધો

Gujarat Network

ગણદેવી તાલુકો વિકાસ તરફ અગ્રેસર : ૩.૧૫ કરોડના ખર્ચે ૧૦ ગામોમાં ૧૦ ડામર અને ૭ સિમેન્ટ કોંક્રીટ માર્ગો નાં ખાતમુહૂર્ત કરાયા

Gujarat Network

અંભેટા માં કાર -બાઈક વચ્ચે ટક્કર માં વયોવૃદ્ધ મહિલા નું કરુણ મોત

Gujarat Network

ગણદેવી ખાતે લાઇફ સેવર મશીન-ઓકિસન કોન્સેટ્રેટર લોકાર્પણ કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

Gujarat Network

નવસારી ના સોનવાડી બ્રિજ પર થી યુવાન ની અંબિકા નદી માં મોત ની છલાંગ

Gujarat Network

ટિપ્પણી મૂકો