મહેશ પુરોહિત,નવસારી
એક સરખું આપણું જ શાસન ચાલે એટલે સંગઠનમાં શિથિલતા આવી જ જાય, દરેક જગ્યાએ તમને વિજય મળતો જ રહેતો હોય એટલે આક્રમકતા નુ સ્થાન બેદરકારી લેતું હોય છે. હવે કરોડો માં હજારોનું નુકસાનની ગણતરી કરવાનું છોડી દેતા હોય છે. બસ આવી જ રીતે ભાજપના સંગઠન માં પણ એક લોગટર્મ સત્તાના કારણે દુષણ ઘુસ્યુ જ હતું. જ્યારે સડો હોય તો સર્જરી કરવી જ પડતી હોય છે.
ઘણા લોકો એ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની ટીકા કરી જેમ કે રેલી કરવી કેટલાક કાર્યક્રમો મા માસ્ક મા પહેરવું વગેરે. ( તેમની ટીકાઓ સાચી પણ છે જ.) પરંતુ તમે અધ્યક્ષ બન્યા ત્યારથી તેમની વર્કીગ સ્ટાઈલ ને તેમના બયાનો પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે શિથિલ પડેલા સંગઠન ની ટોટલી તેઓ સર્જરી કરવા જઈ રહ્યા છે. તેમા કોઈ બે મત નથી કે મોદીજી નો આદેશ હશે પરંતુ આદેશ પણ તેમને જ અપાય જે સક્ષમ હોય.
સી.આર.પાટીલ જી ના કેટલાક બયાન ખૂબ જ નોધનીય છે જેમાં થી કેટલાક ટાંકું છુ.
૧. કોઈ ની ઓળખાણ થી ટિકીટ નહી જ મળે વિજય ભાઈની પણ ઓળખાણ નહી ચાલશે.
૨. જેને પણ ટિકીટ હોદ્દા જોઈતા હોય તે જનતા વચ્ચે જઈને કામ કરે.
૩. કોઈ જ કોગ્રેસી ની હવે જરૂર નથી, અમારા કાર્યકર્તાઓ જ સક્ષમ છે.
૪. કોઈ નેતા ગુટબાજી ના કરે, તે ચલાવી લેવાશે જ નહી.
૫. કાર્યકર્તાઓ તમે લોકો મહત્વકાંક્ષી બનો તેમા કંઈ જ ખોટુ નથી.
૬. મંત્રી ધારાસભ્ય તમારૂ ન સાંભળે તો અમને કોલ કરો.
૭. તમામ મંત્રીઓ કાર્યકર્તાનું કામ પહેલા કરે ને લેખિતમાં આશ્વાસન આપે. એક મસ્ટરમાં નોંધણી થાય ને તેની નોંધ આલાકમાન લેશે.
૮. ચુટણી લડવી છે તો કાવા દાવા પાપ પ્રપંચ થી દુર રહો.
૯. પાર્ટી વિરુદ્ધ નુ વલણ ચલાવી લેવાશે નહી જ, જે સમસ્યા હોય તે પાર્ટી ને કહો. ( હમણાં જ ૩૮ કોર્પોરેટરો ને એક ઝાટકે બહારનો રસ્તો બતાવ્યો હતો.)
૧૦. જૂના નેતા/કાર્યકર્તાઓ ની સમસ્યા સાંભળો. ( આજ-કાલ માં તેઓ હારેલા ઉમેદવારની પણ મિટીંગ કરવાના છે.)
૧૧. મિડીયા ડિબેટ માં બેઠેલો ભાજપા પ્રવક્તા જનતા નો જ પ્રવક્તા બની ને બોલે. ( ગઈ કાલે જ તેમને મિડીયા પ્રવક્તા સાથે બેઠક કરી.)
આતો ફક્ત બયાનો છે. તેમને લીધેલી એક્શન નો પણ જૂઓ.
૧. પાર્ટી વિરુદ્ધ જનારા ૩૮ કોર્પોરેટરો ને બહાર નો રસ્તો બતાવ્યો.
૨. આખા ગુજરાતના પ્રવાસે નિકળ્યા.
૩. સમાજ અગ્રણી/પ્રતિષ્ઠિત NGO/ સંસ્થાઓ/ધાર્મિક સંગઠનો/સાધુ સંતો/પાર્ટીના જુના જોગીઓ ને મળ્યા.
૪. અસંખ્ય ઓનલાઈન મીટીગો કરી છે.
૫. આઈટી સેલ ને કામનો ટાર્ગેટ આપ્યો છે.
૬. મિડીયા ચેનલો ને સકારાત્મક ઈન્ટરવ્યુ.
૭. આટલી દોડધામ માં નાના માં નાનો કાર્યકર્તા તેમની ઓફિસ પર ગયા તો ટાઈમ આપ્યો ને ફોટો પણ પડાવ્યો.
૮. સંગઠન ને એકદમ ચુસ્ત દુરસ્ત કરવા ૨૫૦+ પોઈટ ના એજંડા તૈયાર કર્યા.
એવું ઘણું મારા ધ્યાન બહાર હશે.
પાટીલ તમને થોડા મારધાડ બોલતા હોય એવું લાગશે પરંતુ ભાજપ ની જે હાલમાં સ્થિતિ હતી તે જોતા આટલા જ એક્ટિવ ને નિર્ણય શક્તિ વાળા વ્યક્તિની જરૂર હતી જ, ભાજપ ના જ ઘણા નેતાઓ ના હિતો જોખમાતા કદાચ અંદર ખાને નારાજ હોય પરંતુ આ બધી એક્શનો થી કાર્યકર્તા ખૂબ જ ખુશ છે. જે કાર્યકર્તા વિચારધારા માટે દિવસ રાત એક કરતા હતા તે બધા ખુશ છે.
નીચે ફોટા કાલના છે તેમને વિશ્વ હિદૂ પરિષદ કાર્યાલય ની મુલાકાત લીધી મતલબ પહેલા હિદૂ સંગઠનો ને ભાજપ વચ્ચે પણ અંતર વધ્યું હતું તેના પર પણ કામ શરૂ થઈ ગયું છે.
નોટ:- નવસર્જન માટે થોડા ઘણુ વિસર્જન જરૂરી છે