September 22, 2021
Gujarat Network
નવસારી

બોલિવૂડ સ્ટાર કપલ નવાબ શાહ- પૂજા બત્રા બીલીમોરા દેવધા ડેમની મુલાકાતે


બીલીમોરા,તા.૧૯ બોલિવૂડ સ્ટાર નવાબ શાહ, પૂજા બત્રા રવિવાર ઢળતી સાંજે બીલીમોરા નજીક અંબિકા નદી દેવધા ડેમની મુલાકાતે આવ્યા હતા. ફિલ્મી હસ્તીઓને નજીકથી નિહાળી લોકો એ રોમાંચ અનુભવ્યો હતો.
બોલિવૂડમાં ટાઇગર જિંદા હૈ, પાનીપત, ખુદા હાફિઝ, દબંગ-૩ જેવી અનેક ફિલ્મોમાં સફળ ભૂમિકા ભજવનાર નવાબ શાહ અને જોડી નં-૧, એબીસીડી-૨, ચંદ્રલેખા જેવી અનેક ફિલ્મમાં ભૂમિકા ભજવનાર પૂજા બત્રા એ રવિવાર ઢળતી સાંજે સજોડે દેવધા ડેમની મુલાકાત લીધી હતી. ડેમ ઉપર થી સનસેટ ના નજારા સાથે અખૂટ જળ પ્રવાહ અને કુદરતી સૌંદર્યની મજા માણી હતી. બંને બુલેટ મોટર સાયકલ નં. જીજે ૨૧ બીડી ૮૨૩૭ પર સવાર થઈને આવ્યા હતા. અને બાઈક ચલાવવાની મજા માણી હતી. બંને ને જોવા, મળવા લોકો દેવધા ડેમ ઉપર ઉમટી પડ્યા હતા. ગણદેવી તાલુકાના ધમડાછા ગામે અનેક ફિલ્મી હસ્તીઓ મહેમાન બનતી હોય છે. બીલીમોરા દેવધા ડેમ પર્યટક સ્થળ તરીકે જાણીતું બન્યું છે.

Related posts

બીલીમોરા પાલિકા એ શહેરની ૧૭ જેટલી જર્જરિત ઇમારતો ને ભયમુક્ત કરવા કાર્યવાહી હાથ ધરી 

Gujarat Network

નવસારી જિલ્લાના ચીખલી-જલાલપોર- નવસારી ગ્રામ્ય તથા ગણદેવી તાલુકાના વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા અવરજવર પર પ્રતિબંધ ઃ

Gujarat Network

નવસારી જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat Network

અંભેટા માં કાર -બાઈક વચ્ચે ટક્કર માં વયોવૃદ્ધ મહિલા નું કરુણ મોત

Gujarat Network

નવસારી જિલ્લામાં આજે ફરી બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા.

Gujarat Network

બીલીમોરા જાયન્ટ્સ ગ્રુપે કોરોના સામે પોતાનું કામ બખૂબી નિભાવતા ૧૮ કર્મવીરો ની કર્તવ્યનિષ્ઠા ને બિરદાવી

Gujarat Network

ટિપ્પણી મૂકો