January 23, 2021
Gujarat Network
નવસારી

બીલીમોરા માં સેવા સપ્તાહ અંતર્ગત યોજાયેલા રક્તદાન શિબિર માં 103 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦ મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી બીલીમોરા શહેર દ્વારા તા ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન સેવા સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સપ્તાહની શરૂઆત ખાડા માર્કેટ ખાતે સ્વચ્છતા અભિયાનથી કરવામા આવી હતી અને દરરોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું હતું વ્રુક્ષારોપણ, મેંગુષી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ, ઓરીયા મોરીયા પ્રાથમિક શાળામાં આંખની તપાસ કરી જરુરીયાતમંદો 190 જેટલા ગરીબોને ચશ્મા વિતરણ 4 લોકોને મોતિયાના ઓપરેશન કરાવવામાં આવ્યા 70 બહેનોના જનધન ખાતા ખોલી 2 લાખ રૂપિયાનો વિમો ઉતારવામાં આવ્યો કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય ખાતે અને મુસ્લિમ સમાજ દ્વારા સ્ટેશન મસ્જિદની નીચે કેક કાપી ઉજવણી કરવામાં આવી યોગગુરુ હેતલદીદીના સાનિધ્યમાં પ્રજાપતિ સમાજ વાડી ખાતે યોગ નો કાર્યક્રમ યોજાયો અર્બન હેલ્થ સેન્ટર ખાતે દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યું અને આજે સેવા સપ્તાહના અંતિમ દિવસે પ્રજાપતિ સમાજ વાડી ખાતે યુવા મોરચો અને એકતા યુવક મંડળ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનુ વિધિવત પ્રારંભ જીલ્લા ભાજપના પ્રમુખ અને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ જીલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રિમતી અમિતાબેન પટેલ જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભુરાલાલ શાહ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલ મહામંત્રીશ્રીઓ રમેશભાઇ રાણા અને મનહરભાઇ પટેલ દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરાવવામાં આવી

 

આ કેમ્પમાં ૧૦૩ બેગ રક્ત એકત્ર કરાયું હતું આ સાથે જ ૧૪૦ જેટલા સફાઈ કામદારોનુ પુષ્પ ગુચ્છથી સન્માન કરી સેનેટાઈઝરની બોટલ અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ સાથે જ સમગ્ર બીલીમોરા શહેરમા નગરપાલિકાના સથવારે જળ સંચયનો કાર્યક્રમ અને વધુમાં વધુ લોકો રૂફટોપ સોલાર સિસ્ટમ નો લાભ લેય એ માટે કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સેવા સપ્તાહના ઈન્ચાર્જ કનૈયાલાલ વર્મા યુવા મોરચાના પ્રમુખ અમ્રિત માન મહામંત્રી શૈલેશ રાજપૂત જીગર પ્રજાપતિ સહિત યુવા મોરચાના કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમા પ્રજાપતિ સમાજના પ્રમુખ ચિમનભાઇ પ્રજાપતિ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી શિવજીભાઇ પટેલ નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisement

Related posts

ગણદેવી માં માસ્ક વગર બહાર નીકળેલા 110 લોકો પાસે પોલીસે 22000 રૂ.નો દંડ વસુલ કર્યો

Gujarat Network

બોલિવૂડ સ્ટાર કપલ નવાબ શાહ- પૂજા બત્રા બીલીમોરા દેવધા ડેમની મુલાકાતે

Gujarat Network

વાંદરવેલામાં મધ્યરાત્રીએ ચોરોના આંતકની રાવ.

Gujarat Network

ગણદેવી તાલુકામાં જુલાઇનો જોખમી પ્રારંભ : કોરોના નાં એક સાથે છ સંક્રમણ સામે આવતા ચિંતાનો માહોલ

Gujarat Network

ચીખલીના દભાડ મહોલ્લાના ૨૦ વર્ષીય યુવાને કાવેરી નદીના પુલ ઉપરથી નદીમાં ઝપલાવી આત્મહત્યા કરી.

Gujarat Network

ગણદેવી અને જલાલપોર તાલુકામાં તમાકુ વેચાણ પ્રતિબંધના બોર્ડ/સ્ટીકર લગાવ્યા ન હોય તેવા સામે દંડની વસૂલાત કરાઇ

Gujarat Network

ટિપ્પણી મૂકો