કેન્દ્ર સરકારના ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે,આઝાદી બાદ પ્રથમવાર એગ્રી ઇન્ફ્રાસ્ટક્ચર ફંડની જોગવાઈ થઇ છે અને સાથે ખેડૂતો માટે મુક્ત વેપારની દિશા ખૂલી છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયં ખાતરી આપી છે કે, ખેતપેદાશની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી,એપીએમસીની વ્યવસ્થા ચાલુ જ રહેશે,ખેડૂતોના નામે ભ્રામક અપપ્રચાર કરવો એ સ્વસ્થ લોકશાહી માટે જોખમી છે,કૃષિ સુધાર કાયદા અંગે ભ્રામક અપપ્રચાર સામે જનતા અને ખેડૂતો જાગૃત્ત બને, વાસ્તવિકતાથી વાકેફ થાય, એમ.એસ.સ્વામીનાથન કૃષિ પંચની ભલામણોનો કેન્દ્ર સરકારે કર્યો છે અમલ..
ગુજરાત નેટવર્ક,સુરત- ‘કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં ‘કૃષિ સુધાર-૨૦૨૦’ બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરાયેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે, ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ સંદર્ભે સ્વતંત્રતા મળશે. કૃષિ સુધારા કાયદો એ કેન્દ્ર સરકારનું ક્રાંતિકારી પગલું છે. વર્તમાન વ્યવસ્થામાં ખેડૂતોની પેદાશની થઈ રહેલી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી, એપીએમસીની વ્યવસ્થા ચાલુ જ રહેશે. ખેડૂતોને તેમના ખેતપેદાશ માટે લાભદાયક કિંમતો મળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય અને જીવનધોરણ સુધરે એ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે.ત્યારે ઓલપાડ તાલુકા ના ખેડૂતો એ કૃષિ વિધાયક બિલ ૨૦૨૦ ની પ્રશંસા કરી તેનું સમર્થન કર્યું છે સાથે જ ઓલપાડ ના સરોલી ગામ ખાતે ખેડૂત અગ્રણીઓ એ કેન્દ્ર સરકાર ના કૃષિ વિધાયક બિલ ૨૦૨૦ ના સમર્થન માં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો આભાર માન્યો હતો કેન્દ્ર સરકાર ના કૃષિ વિધાયક બિલ ૨૦૨૦ ની ખુશી માં સરોલી ખાતે ખેડૂતો એ સાંસદ દર્શના બેન જળદોસ ને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું આ કાર્યક્રમ માં ઓલપાડ ના ધારા સભ્ય મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.