January 23, 2021
Gujarat Network
નવસારી

ઓનલાઈન શિક્ષણમાં નવસારી જીલ્લાના 48 થી વધુ વિદ્યાર્થીઓ રાજ્યભર માં અવ્વ્લ 

ગુજરાત નેટવર્ક,નવસારી
કોરોનાએ જીવનનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. કોરોનાને કારણે આજે લોકો ચિંતામાં છે કે હવે આગળ જિંદગી કઇ રીતે ચાલશે. આજની આ સૌથી મોટી ચિંતા છે જે અન્ય તમામ ચિંતા પર હાવી થઇ ગઇ છે. આજકાલ માતા-પિતા અને વાલીઓને સૌથી વધુ ચિંતા એ છે કે તેમના સંતાનોના શિક્ષણનું શું થશે? તેઓ કયારે પોતાના સંતાનોનેે શાળા-કોલેજોમાં મોકલી શકશે.
બાળકોના વાલીઓને બીજી એક ચિંતા એ સતાવી રહી છે કે શાળા-કોલેજો તેમનાં બાળકોને અભ્યાસ કરાવતી નથી તેમ છતાં તેઓ મોંઘી દાટ ફી વસૂલી રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણનું એક તૂત ચલાવવામાં આવી રહ્યું છે જે ભારત જેવા દેશના માહોલને સુસંગત નથી. એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ભારતમાં એવાં હજારો બાળકો છે કે જેમની પાસે સ્માર્ટ ફોન, લેપટોપ, ટેબલેટ જેવા ઇલેેકટ્રોનિક ડિવાઇસીસ ઉપલબ્ધ નથી. એટલું જ નહીં આપણે ત્યાં ઓનલાઇન શિક્ષણ માટેની માળખાગત સુવિધાનો સદંતર અભાવ છે. કેટલા ઘરોમાં વાઇફાઇ કે બ્રોડબેન્ડ જેવી ઇન્ટરનેટ કેબલની વ્યવસ્થા છે?
Advertisement
એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે બાળકોને મોબાઇલ જેવાં ઇલેકટ્રોનિક ડિવાઇસથી દૂર રાખવાં જોઇએ અને બીજી બાજુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફી ઉઘરાવવાના એક માત્ર હેતુથી ચલાવવામાં આવી રહેલ ઓનલાઇન શિક્ષણનાં તૂતને કારણે ગરીબ વાલીઓ અને માતા-પિતાને પણ દેવું કરીને પોતાનાં સંતાનોને મોબાઇલ અપાવવાં પડે છે. કોરોના પશ્ચાતના સમયમાં આ એક કરુણ વિડંબના છે.
ત્યારે આવી સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાની સરકારી શાળાના બાળકોએ  ડીડી ગિરનાર,વંદે ગુજરાત,વર્ચ્યુલ શાળા,અંતર્ગત કોરોના કાળ વચ્ચે ઘરે રહી અભ્યાસ ની શરૂઆત કરી હતી જેમાં વર્ચ્યૂલ શાળા દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષામાં ધોરણ 9-12 ના 48 થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં અવ્વલ આવતા જીલ્લા શિક્ષણ અધિકારી આર.એમ.ચૌધરી એ રાજ્યભરમાં અવ્વલ આવેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્ય સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતા વર્ચ્યલ શિક્ષણમાં ભણતા સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે

Related posts

નવસારી જિલ્લામાં આજદિન સુધી-૪૩ કોરોના પોઝીટીવ દર્દીઅો નોંધાયા , ૩૨ દર્દીઅોને ડિસ્ચાર્જ કરાયાં

Gujarat Network

ગણદેવી અને જલાલપોર તાલુકામાં તમાકુ વેચાણ પ્રતિબંધના બોર્ડ/સ્ટીકર લગાવ્યા ન હોય તેવા સામે દંડની વસૂલાત કરાઇ

Gujarat Network

બીલીમોરા માં વીજથાંભલા ઉપર થી કરંટ ઉતરતા ગાય અને વાછરડાં નું મોત

Gujarat Network

નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

Gujarat Network

આરોગ્ય સપ્તાહની ઉજવણી નો પ્રારંભ કરાવતા ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ, બે લાખથી વધુ લોકોને વિનામૂલ્યે હોમીયોપેથી દવાઓનું વિતરણ કરાશે

Gujarat Network

ગણદેવીમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ લાકડાના હાથા નાં મરણતોલ ફટકા ફટકારતા નિંદ્રાધીન પતિ નું કરૂણ મોત, પોલીસે આરોપી પત્ની ની ધરપકડ કરી

Gujarat Network

ટિપ્પણી મૂકો