August 2, 2021
Gujarat Network
સુરત

સુરત: આદર્શ કેળવણી મંડળ કોસંબા ના નવા પ્રમુખ પદે રાકેશસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ પદે દેવેન્દ્રસિંહ ચૌહાણ ની વરણી!!

આદર્શ કેળવણી મંડળ કોસંબા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ,સભા માં મંડળ ના નવા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી,પ્રમુખ તરીકે રાકેશસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ ચૌહાણ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી..

ગુજરાત નેટવર્ક,કોસંબા- સુરત જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમા એક થી ત્રણ ક્રમાંકમાં જેનું આગવું સ્થાન છે એવી “આદર્શ કેળવણી મંડળ, કોસંબા” ની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ,જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખો ની વરણી કરવામાં આવી હતી આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલીત સંસ્થાઓ જેવીકે (૧) ગંગાબેન વિઠ્ઠલભાઈ પટેલ પૂણ્ય સ્મૃતિ બાળ મંદિર, (૨) એમ.એમ.કરોડિયા પ્રાથમિક શાળા, (૩) શ્રી વી.એસ.પટેલ હાઇસ્કુલ, (૪) જમનાબેન મણીલાલ મોદી અને તાપી ગૌરીશંકર ભટ્ટ અને વિધાબેન જગનભાઇ પટેલ કન્યા વિભાગ, (૫) અશોક જી. પિરામલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, (૬) સાયંન્સ એન્ડ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે, તેની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, જેમાં આદર્શ કેળવણી મંડળની વ્યવસ્થાપક કમિટિના પ્રમુખ તરીકે તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલના સેક્રેટરી અને સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રાકેશસિંહ સોલંકીની સર્વાનુમતે વરણી થઈ કે જેવો “સંસ્કાર ભર્યુ વાતાવરણ, ગુણવત્તા ભર્યુ શિક્ષણ, નમ્ર અને વિવેકી વર્તન, એક ઉત્તમ નાગરિકનુ ઘડતર કરે છે” આવા ઉચ્ચ વિચારો ધરાવે છે , સંસ્થાના માનદમંત્રી તરીકે કાર્યકરોને સાથે લઇને ચાલનાર, અશક્ય કાર્યને શક્ય બનાવવાની જેમનામા કુશળતા છે તેવા તરસાડી નગર ભાજપ સંગથનના પ્રમુખ શ્રી દેવેન્દ્રસિહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે તરસાડી નગરના પટેલ સમાજના ગૌરવશાળી વડિલ આગેવાન શ્રી મહેશભાઇ સી. પટેલ, સહમંત્રી તરીકે જેવો સરળ અને મળતાવડુ વ્યક્તિત્વ ધરાવનાર છે, કોઇ પણ કાર્ય સચોટ રીતે પાર પાડનાર, તરસાડી નગરપાલિકા ના કુશળ કારોબારી ચેરમેન શ્રી જયદિપભાઇ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી. જે સ્કૂલમાં બાળપણથી લઇને યુવાન અવસ્થા સુધી અભ્યાસ કરીને સુસંસ્કાર પ્રાપ્ત કર્યા, તે સ્કૂલ અને સંસ્થાના વ્યવસ્થાપક તરીકે સેવા આપીને સંસ્થાનુ રુણ ઉતારવાની જે તક મળી છે, તેમાં સાર્થક થઇને “આદર્શ કેળવણી મંડળ” નું નામ સ્કૂલની સુશિક્ષિત, કુશળ શિક્ષણનીતી અને વિદ્યાર્થીઓના સારા ભણતરના પરિણામ દ્વારા સમગ્ર સુરત જીલ્લામાં નહી પણ સમગ્ર ગુજરાત અને દેશમાં ગુંજે એવા સંકલ્પ સાથે મંડળની નવી કમીટીએ આજથી શુભારંભ કર્યો હતો, ત્યારે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો ને નગર ના લોકો એ આવકાર્યા હતા અને અભિનંદન પણ પાઠવ્યા હતા..

Related posts

જાણો આજે સુરત ગ્રામ્ય માં કોરોના ના કેટલા કેસ નોંધાયા!!

Gujarat Network

સુરત: માંગરોળ તાલુકા ના ગામો માં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ ૬.૧૬ કરોડ ના વિવિધ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કર્યું!!

Gujarat Network

સુરત: બારડોલી ની સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કોવિડ હેલ્થ કેર સેન્ટર નું લોકાર્પણ કર્યું!!

Gujarat Network

સુરત: બારડોલી નું સાકરી BAPS મંદિર ચોક્કસ નિયમો સાથે દર્શનાર્થીઓ માટે ખોલાશે

Gujarat Network

સુરત:ચલથાણ પંચાયતમાં 2 કરોડથી વધુના કામોની બીજી વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા અનેક તર્કવિતર્ક!!

Gujarat Network

સુરત: પલસાણા માં જુગાર રમતા ૪ જુગરીઓ ને પોલીસે ઝડપી પાડ્યા!!

Gujarat Network

ટિપ્પણી મૂકો