વિવાદિત કીમ ઓવરબ્રિજ નું નિર્માણ પરંતુ શું રેલ્વે પોશન અને રેલ્વે બ્લોક ની મંજૂરી બાકી?
સમયમર્યાદા વટાવી ચૂકેલ બ્રિજની કામગીરી ૨ ના ૪ વર્ષ પણ લાગી શકે.
રેલ્વે પોશન અને બ્લોક ની મંજૂરી બાકી હોવાનો એહવાલ.
માર્ગ મકાન વિભાગની અને કોન્ટ્રાક્ટરની બેદરકારી માં શાંત પ્રજાનો ભોગ.
વિવાદિત કીમ રેલ્વે ઓવરબ્રિજ માં એક એહવાલ અનુસાર રેલ્વે પોશન ડિજાઇન અને રેલ્વે બ્લોક ની મંજૂરી મળ્યે ઓવરબ્રિજ પોતાના સમય મર્યાદા વટાવી ચૂકેલ કામગીરી ૨ ના ૪ વર્ષે પૂર્ણ થાય તો નવાઈ નહિ.
ગુજરાત નેટવર્ક,કીમ:- વર્ષોથી કીમ ફાટક પર સર્જાતી ટ્રાફિક સમસ્યા ને પગલે લોક માંગને ધ્યાનમાં લઈને ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે રેલ્વે ફાટક ૧૫૮-બી પર આશરે ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા મહેસાણા સ્થિત રચના કન્સ્ટ્રકશન નામની એજન્સી ને માર્ગ મકાન વિભાગ દ્વારા તા : ૧૪/૦૮/૨૦૧૭ થી ૧૩/૦૧/૨૦૧૯ ના દિન સુધી વર્ક ઓર્ડર પાઠવી દીધા બાદ કીમ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવાય. વર્ક ઑર્ડરમાં કામની મુદ્દત ૧૭ માસ સુધી ની હોવા છતાં ઓવરબ્રિજની કામગીરી ને બે વર્ષ પુરા થઈ ગયા સમય મર્યાદા માં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું બે ના હવે ત્રણ વર્ષ પૂર્ણતાના આડે હોઈ પછી પણ અધૂરું કીમ પૂર્વ અને પશ્ચિમને જોડતા ઓવરબ્રિજની કામગીરી માર્ગ મકાન સુરત ની દેખરેખ રચના કન્સ્ટ્રકશન એજન્સી સાથે કામગીરી શરૂ થઈ હતી. જોકે હાલ જે એહવાલ મળી રહ્યો છે મુજબ રેલ્વે પોશન અને રેલ્વે બ્લોકની મંજૂરી ન મળી હોવાની વાતો સામે આવી રહી છે.
- બ્રિજ વિલંબ ના ક્યાં કયાં કારણો આગળ ધરાયા.
જેતે વિભાગ દ્વારા દબાણો, ડ્રેનેજ લાઈન, ઇલેક્ટરકલ પોલ, ગેસ લાઈન નડતરરૂપ. તેમજ આર.ઇ વોલ ની કામગીરીની મંજૂરી માટે, તેમજ રેલ્વે પોશનના વિગતવાર ડ્રોઈંગ સમયસર મળેલ ન હોવાથી રેલ્વે પોશન ની કામગીરી માં વિલંબ, રેલ્વે પોશન ના ૭૨ મિટર ની લંબાઈના ઓપન ગર્ડર ડ્રોઈંગ મળ્યા બાદ સ્ટીલ ગર્ડર બનવવા માટે ૫ માસનો સમય જશે.
ઓલપાડ સાઈડ તેમજ કીમ સાઈડ માં કુલ ૨૪ માંથી ૧ સ્લેબ સિવાય ની કામગીરી પૂર્ણ કરવામાં આવી, આર. ઇ વોલ ની ૧૦૦ મીટર ની કામગીરી પૂર્ણ કરવામાં આવી. બાકીની કામગીરી ચોમાસુ પૂર્ણ થતું હોય હાલ શરૂ કરવામાં આવશે. બાકી રહેલા કામગીરી આર.ઇ વોલ, રિટીઇંગવોલ, એપ્રોચ રોડ, પાકા સર્વિસ રોડ, વગેરેની કામગીરી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે. તેમજ રેલ્વે પોશન બ્લોક સહિત મંજૂરી મળ્યા બાદ ૨૦૨૧ માં પૂર્ણ થવાની સંભાવના છે.