ગણદેવી,તા.૨૧ ગણદેવી સુગર ફેકટરી વ્યવસ્થાપક મંડળ ની ચૂંટણી આજે ૨૨ નવેમ્બર ૨૦૨૦ નાં રોજ યોજાશે. જેમાં ૧૫ બેઠકો ની ચુંટણી માટે નોંધાયેલા અંદાજિત ૭૪૯૦ મતદારો કુલ ૧૮ મતદાન મથકો ઉપર મતદાન કરશે. ગણદેવી સુગર ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નામના અપાવનાર ખેડૂતો ના તારણહાર વર્તમાન ચેરમેન જયંતિલાલ પટેલ પોતાની સમન્વય પેનલ સાથે ચૂંટણી મેદાન માં વિજેતા ની રેશ માં હોટ ફેવરીટ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે જંગી મતદાન ના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ.(સુગર ફેકટરી) નાં સંચાલક મંડળ ની ચૂંટણી આજે તા.૨૨/૧૧/૨૦૨૦ રવિવારે યોજાશે. જે અંગે વિધિવત જાહેરાત બાદ ગત તા. ૪/૧૧/૨૦૨૦ નાં રોજ ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થઈ હતી. જે બાદ ૭/૧૧/૨૦૨૦ ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લાં દિવસ સુધી કુલ ૧૫ બેઠકો ઉપર કુલ ૬૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ગુરુવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવા ના અંતિમ દિવસે ૩૧ દાવેદારો એ ઉમેદવારી પરત ખેંચી હતી. ૧૫ બેઠકો માટે ૩૩ દાવેદારો મેદાન માં ઉભા છે.જેમાં વિભાગ-૧ ગણદેવી ની ૨ બેઠકો માટે કુલ ૫, વિભાગ-૨ નવસારી ની ૪ બેઠકો માટે ૭, વિભાગ-૩ ચીખલી ની ૩ બેઠક ઉપર ૬, વિભાગ-૪ વલસાડ ની ૧ બેઠક ૩, વિભાગ-૫ મહુવા ની ૧ બેઠક ઉપર ૩, વિભાગ-૬ વાંસદા ની ૧ બેઠક ઉપર ૩, બિન ઉત્પાદક ની ૧ બેઠક માટે ૨, અનુસૂચિત ની ૧ બેઠક માટે ૩, મંડળી ના પ્રતિનિધિ ની ૧ બેઠક માટે ૨ અને મહિલા ની ૨ બેઠક માટે ૪ ઉમેદવારો મેદાન માં રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ જનજાતિ ની બેઠક માટે ૩ ફોર્મ ભરાયા હતા જે પૈકી ૨ ફોર્મ પરત ખેંચી લેવાયા હતા. આમ ૧૫ ઉમેદવાર માટે ગણદેવી સુગર ના નોંધાયેલા સભાસદો ૭૪૯૦ મતદારો કુલ ૧૮ મતદાન મથકો ઉપર મતદાન કરશે. જે માટે ૧૨૫ જેટલા કર્મચારીઓ કાર્યાન્વિત કરાયા છે. ચૂંટણી માટે ની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. અને આજે મતદાન થશે ગણદેવી સુગર માં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી ચેરમેન પદે કાર્યરત રહી દેશભરમાં ખેડૂતોને શેરડી નો સૌથી વધુ ભાવ આપવાનું બહુમાન મેળવનાર જયંતીલાલ બાવજીભાઈ પટેલ પોતાના ૧૬ ઉમેદવારોની સમન્વય પેનલ રચીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ હોટ ફેવરીટ છે. કારણ કે ખેડૂતો ના હિત માં ૩૪ વર્ષ નું સફળ યોગદાન સાથે આયખું સમર્પિત કર્યું છે. આજે તા. ૨૨/૧૧/૨૦૨૦ નાં રોજ યોજાનારી આ વ્યવસ્થાપક સમિતિના ચૂંટણી માટે ચૂંટણી અધિકારી ગણદેવી સુગરના એમડી બીડી પબ્સેત્વર, નિવૃત્ત નાયબ કલેકટર સીએન પટેલ (ખાંભડા), નિવૃત મામલતદાર સતીશ એમ. નાયક (ગડત) નિવૃત્ત આચાર્ય ઉમેશ બી પટેલ (અંભેટા) એડવોકેટ બાબુભાઈ આર પટેલ (પૂણી) અને મદદનીશ ચૂંટણી અધિકારી નીતિન બી મહેતા અને મિતુલ પટેલ ફરજ નિભાવી રહ્યા છે.