May 6, 2021
Gujarat Network
Other

પ્રજા ના પ્રતિનિધિ કેવા હોય? તેનું ઉત્તમ ઉદાહરણ વોર્ડ નંબર ૬ ના ભાજપ ના ઉત્સાહી અને કર્મશીલ ઉમેદવારો…. જેઓ નગરના તેમના વિસ્તારને બનાવશે સર્વોત્તમ

હાલ ગુજરાત ભરમા સ્થાનીક સ્વરાજ ની ચુંટણી જાહેર થતા કોર્પોરેશન માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી 21 મી ના રોજ મતદાન પણ છે પોતાના વિસ્તારમા લોકો પોતાની વચ્ચે રહી કામ કરતા ઉમેદવારોને ચુંટી પોતાના પ્રતિનિધિ બનાવે છે ત્યારે ભાવનગર શહેરના પીરછલ્લા વોર્ડ માટે બી.જે.પી. ના 4 ઉમેદવારોની પેનલ ખરેખર લોક હિત માટે કાર્યરત સાબિત થઇ છે અને થશે તેવુ લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે અને ચુંટણી નુ પરીણામ ભા.જ.પા. ની પેનલ તરફેણ માં હશે તેવી આશંકાઓ પણ સેવાઇ રહી છે.

હાલ આ વોર્ડ માથી ખુબ જ મહેનતુ અને લોક સેવક એવા ચાર ઉમેદવારોની પેનલ ભારતીય જનતા પાર્ટી તરફથી કોર્પોરેટર બનવા ઉમેદવારી નોંધાવી છે જેમા પીરછલ્લા વોર્ડ ના ક્રમ નં.2 પરથી કૃણાલભાઇ શાહ (કુમાર શાહ), ક્રમ નંબર 3 : દિલીપભાઇ જોબનપુત્રા, ક્રમ નંબર 6 : મનિષાબેન વાઘેલા, ક્રમ નંબર 8 : યોગીતાબેન ત્રિવેદી એમ ચાર ઉમેદવાર મળી એક મજબુત અને શશ્ક્ત ટીમ નારી શક્તિ સાથે સામે આવી છે.

ગત સ્થાનિક સ્વરાજની ચુંટણી મા પણ ભા.જ.પ. જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરી અને કરોડોના ખર્ચે લોક સુખાકારીના કાર્યો કર્યા હતા અને લોકોની વાહવાઇ મેળવી હતી.

ગત ટર્મના આ વોર્ડના ચુંટાયેલા ભા.જ.પ.ની પેનલની કામગીરી પર નજર ફેરવીએ તો

અંદાજીત 11 કરોડના ખર્ચે ગંગાજળીયા તળાવના બ્યુટીફીકેશનની કામગીરી કરાઇ અને ભાવનગરની જનતાને એક નયન રમ્ય અને ફરવા લાયક સ્થળની ભેટ અપાઇ.

અંદાજીત 4 કરોડના ખર્ચે ભવ્ય અને મલ્ટી લેવલ પાર્કીંગ સાથે સાથે અંદાજીત 1 કરોડના ખર્ચે મહિલા કોલેજ સર્કલથી ક્રેસન્ટ સુધી ફોર લેન રોડ તેમજ 50 લાખ ના ખર્ચે હલુરીયા ચોકથી ક્રેસન્ટ સુધી લાઇટીંગ સાથે સેન્ટર ડીવાઇડર રોડની ભેટ આપી ભાવનગરની પ્રજાને ટ્રાફીકની સમસ્યા માથી કાયમી મુક્તિ આપી.

આમ નાના મોટા કામો ગણી અઢળક ભેટ અને લોક લાગણીઓ ને માન આપી ડ્રેનેજ લાઇનો, સ્ટ્રીટ લાઇટો, રોડના સમારકામ અને એવા ઘણા કામોથી પ્રજાજનોના વિશ્વાસને જીત્યો હતો

તેમજ આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી 2021 મા પણ પીરછલ્લા વોર્ડ ના આ ચાર ભા.જ.પા ના ઉમેદવારો ગત ટર્મની જેમ વિકાસના કાર્યો કરી ફરી લોકોનો વિશ્વાસ કાયમ રાખશે અને લોક લાગણીઓને માન આપશે તેવી જ સ્થાનિકોની આશા છે.

Related posts

સુરત:ઓલપાડ ના ટકારમા ગામ નું ATM તોડી તસ્કરો અંદાજીત ૭ લાખ રૂપિયા તાફડાવી ગયા!

Gujarat Network

નવસારી માં એક સાથે કોરોના ના 8 પોઝિટિવ કેસ

Gujarat Network

સુરત: ઓલપાડ ના કીમામલી ગામે દીપડા નો આતંક,દેખાયા દીપડા ના પંજા ના નિશાન!!

Gujarat Network

બીલીમોરા પારસી અંજુમન ટ્રસ્ટ માં ટ્રસ્ટી મરઝબાન બારીઆ ની મુદત પૂર્ણ, નવા બે ટ્રસ્ટીઓ ની વરણી કરાશે

Gujarat Network

નવસારી જિલ્લા પોલીસ તંત્રની અસરકારક કામગીરી વાહન ચાલકો પાસે રૂ.૨૪૮૦૦/- નો દંડ વસૂલ કરાયો

Gujarat Network

ચીખલીના ખૂંધમાં વીજ કરંટ લાગવાથી માતા,પુત્ર અને વહુ સહિત એકજ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

Gujarat Network

ટિપ્પણી મૂકો