May 5, 2021
Gujarat Network
Politics Top 10 ગુજરાત તાજા સમાચાર નેશનલ

ભાવનગર શહેરના પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં લોકોમાં ચુંટણીને લઇ અનેરો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટીને ખુલ્લુ સમર્થન……..

આમતો ભારત ભરમાં ૨૦૧૪ની ચુંટણી બાદ સમગ્ર દેશમાં આવનારી તમામ નાની મોટી ચુંટણીઓમાં સતત ને સતત ભા.જ.પા પોતાનો વિજયક્રમ યથાવત રાખી અને દેશના લોકો પ્રત્યે પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની સંવેદનાનો દાખલો કાયમ રાખ્યો છે.

ગત વિધાનસભા-૨૦૧૭ અને લોકસભા-૨૦૧૯ માં પણ ભારતીય જનતા પાર્ટી જગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી અને ફરી એકવાર લોકોએ જે પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ વિકાસ પ્રત્યે ભરોસો દાખવી અને ફરી ભારતીય જનતા પાર્ટીનુ શાશન સમગ્ર ભારત અને ગુજરાતમાં છવાયુ ત્યાર બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી-૨૦૨૧ માં પણ કોર્પોરેટર બનવા ઉભેલા ઉમેદવારોને લોક સમર્થન મળી રહ્યુ હોય તેવુ સ્પષ્ટ પણે માહોલ સર્જાયો છે.ગુજરાત સાથે સાથે ખાસ ભાવનગરની વાત કરીએ તો, ખરેખર માહોલ જોતા એક જ તરફી પરીણામ ચુંટણી પહેલા દેખાઇ રહ્યુ હોય તેવુ વાતાવરણ બનવા પામ્યુ છે, કેમકે સૌ પ્રથમ તો ચુંટણીમાં ઉભેલા ઉમેદવારો કેટલા સક્ષમ, કેટલા લોકપ્રિય અને કેટલા લોકહિતના કાર્યો કરનારા છે તેના પર આધાર રાખતો હોય છે. પરંતુ ભાવનગર પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોની પેનલની જાહેરાત થતાની સાથે જ લોકોએ એક જ સુરમાં તમામ ઉમેદવારોને આવકારી અને વિજયી ભવ: નો આશિર્વાદ આપ્યો હતો. જેનુ ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી-૨૦૨૧ ના પીરછ્લ્લા વોર્ડ-૬ ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોવા મળ્યુ હતુ.ખરેખર ભારતીય જનતા પાર્ટીના પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ કાર્યોને ભાવનગરની પ્રજાએ યાદ રાખી અને આ વખતે પણ ભારે બહુમતી સાથે વિજયી બનાવવા વચન આપ્યુ હતુ.

ગત ટર્મની ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા આ વિસ્તારમાં કરોડોના ખર્ચે અઢળક કામો કરી અને ભાવનગરની પ્રજાને સુવિધા આપી અને પોતાની જવાબદારી નિભાવી હતી. ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા મુખ્યત્વે આ વિસ્તારના વિકાસ માટે વડીલો, સ્થાનિકો લોક સ્વયંસેવકો ની સાથે સંકલન કરી લોકો સાથે મેળ-મેળાપથી જે પ્રશ્નો હતા તે હલ કરાયા, રોડ-રસ્તા, ગટર (ડ્રેનેજ), ચુખ્ખુ પીવાનુ પાણી, પ્રાથમિક આરોગ્ય સુવિધા, પ્રાથમિક શિક્ષણ, લોકોને સરકારી કચેરીએ સરળ પ્રકિયા સાથે વેપારી માટે પણ અનેક એવા ઉપાયોથી સરળતાના કાર્યો, ઘરે ઘરેથી કચરા ઉપાડવાની સુવિધા થકી સ્વચ્છ ભારત મિશનને સહકાર જેવા અઢળ મુદ્દાઓ દ્વારા ભાવનગર પર નહી પરંતુ ભાવનગરની પ્રજાના દિલો પર રાજ કર્યુ અને જે આ વખતે ચુંટણી પર સામે વળતુ મળી રહ્યુ છે.

કહેવાય છે કે સારા સાથે સારૂ જ થાય તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ સારા, લોકહિત અને લોક કલ્યાણકારી કાર્યો અત્યારે ચુંટણીના પરીણામો પર ચોક્કસ અસર કરશે તેવુ જણાઇ આવે છે અને ફરી એકવાર ભારે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બનશે તેવી શહેરીજનોની લાગણી છે.

Related posts

રાજ્યનો સૌથી મોટો સફળ રસીકરણ કેમ્પ ભાવનગરમાં યોજાયો-ડે. મેયર કુમાર શાહનું સફળ આયોજન.

Gujarat Network

કચ્છ ની વીર ભૂમિ માધાપર ખાતે કોરોના વોરિયર બન્યા ડો.કિર્તીકુમાર શીજુ

Gujarat Network

જાણો…જામનગરમાં સોશિયલ ડિસ્ટનસ નું પાલન નહીં કરતા વેપારીઓની શું હાલત થઈ..

Gujarat Network

જામનગર મહાનગરપાલિકા ના પધાધિકારીઓ દ્વારા નવાનીર ના વધામણાં કરવામાં આવ્યા.

Gujarat Network

મુંબઇ:હીરાઉદ્યોગમાં ભિષ્મપિતામહ તરીકે ઓળખાતા અને અરૂણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરૂણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન

Gujarat Network

મૂળ જામનગરના વતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી આન્દ્રપ્રદેશ માંથી રાજ્યસભામાં ચૂંટાયા.

Gujarat Network

ટિપ્પણી મૂકો