August 3, 2021
Gujarat Network
નવસારી

ગણદેવી તાલુકામાં કોરોના વાયરસ બાદ વરસાદી વાવાઝોડું “તૌકતે” નો ખતરો મંડરાયો ૧૦ ગામોને એલર્ટ કરાયા

 

 

ગણદેવી,તા.૧૪ ગણદેવી તાલુકામાં કોરોના વાયરસ બાદ હવે વર્ષ નું પ્રથમ તૌકતે વાવાઝોડું નો ખતરો મંડરાઇ રહ્યો છે. જેને કારણે ગણદેવી નાં ૧૦ અને જલાલપોર તાલુકા નાં ૨૬ મળી કુલ ૩૬ ગામોને એલર્ટ કરાયા હતા. માછીમારો ને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. આપતકાલીન સ્થિતિ ને પહોંચી વળવા આગોતરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ધોલાઈ બંદરે થી દરીયો ખેડવા નીકળેલી બોટો ને પરત બોલાવવામાં આવી રહી છે.

 

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન હવે લોપ્રેશરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. દૂર દરિયામાં ઉઠેલું વરસાદી વાવાઝોડું લક્ષદ્રીપ તરફ થી આગામી ચારેક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાવાઝોડું સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેને કારણે નવસારી કલેક્ટર કચેરીએ શુક્રવારે બેઠક મળી હતી. જેમાં જલાલપોર તાલુકાના ૨૬ અને ગણદેવી તાલુકાના ૧૦ ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. ગણદેવી તાલુકા કાંઠા વિસ્તારનાં મેંધર ભાટ, માસા, મોવાસા, માછીયાવાસણ, વાડી, ભાગડ, ધોલાઈ બીગરી, પોસરી ને એલર્ટ માટે તાકીદ કરાઈ છે. જ્યાં લાઇઝન અધિકારી ની નિમણૂક કરી તલાટી સરપંચ ને એલર્ટ કરાયા હતા. વાવાઝોડા નું સંકટ ન ટળે ત્યાં સુધી તલાટી ઓને હેડક્વાર્ટર ન છોડવા તેમજ બદલાતી સ્થિતિ ની વિગતો મોકલવા સૂચના અપાઈ હતી. જિલ્લા તાલુકા વહીવટી ટીમો સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તૌકતે વાવાઝોડા નો સામનો કરવા વહીવટી તંત્ર એ અનેક વિભાગો ના સંકલન થકી પગલાં ઉઠાવવા શરૂ કર્યા છે. ધોલાઈ બંદરે થી માછીમારી કરવા નીકળેલી બોટો ને પરત ફરવા અને દરીયો ન ખેડવા ફિશરીઝ વિભાગે સૂચના આપી હતી.

ગણદેવી તાલુકાના સતર્ક કરાયેલા ગામો ની યાદી

 

માસા, મોવાસા, માછીયાવાસણ, વાડી, ભાગડ, મેંધર, ભાટ, બીગરી, ધોલાઈ અને પોંસરી

ગણદેવી તાલુકામાં કોરોના વાયરસ બાદ વરસાદી વાવાઝોડું “તૌકતે” નો ખતરો મંડરાયો ૧૦ ગામોને એલર્ટ કરાયા

 

Related posts

જોગવાડ ગામે ખેડુતના ખેતરમાંથી ત્રણ વર્ષની દિપડી મૃત હાલતમાં મળી

Gujarat Network

રૂ. ૧૭.૧૯ કરોડના ખર્ચે નવસારી ના ખંભલાવ-આટ ખાતે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા(વિ.જા)નું ઇ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Gujarat Network

ખેડુતો માટે સમૃધ્ધી અને જ્ઞાનનો સમન્વય – આત્મા પ્રોજેક્ટ

Gujarat Network

જામનગર જિલ્લાના કાલાવડ નજીક બાલંભડી ડેમમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરૂણ મૃત્યુ

Gujarat Network

ગણદેવી તાલુકાના દેવસર વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા અવરજવર પર પ્રતિબંધ

Gujarat Network

જાણો નવસારી માં કોરોના ના કેસ વધતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શું અપીલ કરવામાં આવી

Gujarat Network

ટિપ્પણી મૂકો