August 3, 2021
Gujarat Network
નવસારી

બીલીમોરા સદ્દભાવના ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર હોસ્પિટલને કેસલીવાલા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ અને એનઆરઆઈ દાતા દ્વારા ૩૦ ઓક્સિજન કૉન્સ્ટ્રેટર મશીનો અપાયા

બીલીમોરા, તા.૧૫ બીલીમોરા મેંગુસી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટર માં કોરોના દર્દીઓને ઓક્સિજન યુક્ત સારવાર મળી રહે તે માટે  કેસલીવાલા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ તેમજ એન આર આઈ  વતનપ્રેમી ઓ એ શનિવારે ૫ લિટરની કેપેસિટી વાળા ૩૦ ઓક્સિજન કૉન્સ્ટ્રેટર મશીનો દાન આપ્યા હતા. જેને કારણે દર્દીઓ ને ઘરઆંગણે ગુણવતાયુક્ત આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી.

બીલીમોરા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી ઉંડાચ રામલક્ષ્મી માનવ કલ્યાણ ટ્રસ્ટ, આંતલીયા સહાય ટ્રસ્ટ અને દાતાઓના સહયોગ થકી બીલીમોરાની સરકારી મેંગુષી હોસ્પિટલમાં કાર્યરત 30 બેડની સુવિધા યુક્ત કોવિડ કેર સેન્ટરની પ્રથમ કોવિડ કેર હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ઓક્સિજનની જરૂર વાળા દર્દીઓની પણ ઇમરજન્સી સારવાર કરવામાં આવે છે. આ કોવિડ કેર હોસ્પિટલમાં માં દાતાઓએ દાનની સરવાણી વહાવડાવી છે. જેમાં શનિવારે ડો પ્રશાંતભાઇ પટેલના પ્રયત્નો થકી કેસલી ગામના યુ.એસ.એ.મા વસવાટ કરતા વતનપ્રેમી એનઆરઆઈ પરિવારો દ્વારા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ કોવિડ સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ માટે ૩૦ જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનોની ભેટ આપ્યા હતા. બીલીમોરા સદ્દભાવના નાં નેતૃત્વમાં કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યું છે. જેમાં તજજ્ઞ ડોકટરો દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. હવે આ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો દ્વારા ઇમરજન્સી સારવાર લેવા આવતા દર્દીઓ ને વધુ સુવિધા આપી શકાશે.  આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, શહેર ભાજપ અને સદભાવના ટ્રસ્ટ પ્રમુખ વિજય પટેલ, ધીરુભાઇ પટેલ, દિનેશ માલી, કીર્તિ મિસ્ત્રી, નયન પટેલ, કનૈયાલાલ વર્મા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

ખારેલ ગર્લ્સ હોસ્ટેલ માં ૬૬ વ્યકિત ને કોરનટાઇન કરાયા

Gujarat Network

ચીખલીના ખૂંધમાં વીજ કરંટ લાગવાથી માતા,પુત્ર અને વહુ સહિત એકજ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

Gujarat Network

નવસારી સંસદીય મત વિસ્તારની ભાજપની ટીમ બધા પડકારોનો સામનો કરવા સક્ષમ: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

Gujarat Network

બીલીમોરા નગરપાલિકા માં આગામી અઢી વર્ષ ની ટર્મ માટે ૧૨ સમિતિ અને ચેરમેન, શાસકપક્ષ નેતા, દંડક ની વરણી કરાઈ

Gujarat Network

લોકડાઉન પછી આજે જામનગર મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે.

Gujarat Network

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા અવરજવર પર પ્રતિબંધ

Gujarat Network

ટિપ્પણી મૂકો