August 3, 2021
Gujarat Network
નવસારી

ગણદેવી ખાતે લાઇફ સેવર મશીન-ઓકિસન કોન્સેટ્રેટર લોકાર્પણ કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

 

નવસારીઃશનિવારઃ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા નવસારી જિલ્લાના સીઍચસી માટે લાઇફ સેવર મશીન -ઓકિસજન કોન્સેન્ટ્રેટર લોકાર્પણ કાર્યક્રમ અનાવિલ વાડી, સર્કિટ હાઉસની સામે, ગણદેવી ખાતે ગુજરાત રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ અવસરે મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં નવસારી જિલ્લાના કોઇપણ દર્દીઓને ઓકિસજનની મુશ્કેલી ન પડે તે માટે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ૧૩ દવાખાનામાં ૬૫ જેટલા લાઇફ સેવર મશીન આપવામાં આવ્યા છે. ઓકસિજન કોન્સેન્ટ્રેટર ૮૪ ની આસપાસ લેવલ ધરાવતા હોઇ તેવા દર્દીઓને સ્વસ્થ કરવા ખૂબ જ ઉપયોગી બનશે. કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ તથા રાજયમાં ગંભીર સમસ્યા ઉભી થઇ હતી. આવા સમયમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આ ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં ૫૦ હજાર જેટલી અનાજની કીટ પણ આપવામાં આવી છે.

આ પ્રસંગે દિવાળીબેન ટ્રસ્ટના પ્રમુખ ડો..મુકેશભાઇ ભગતે જણાવ્યું હતું કે, લાઇફ સેવર મશીનથી ઓકિસજનની વધારે ગંભીર ન હોઇ તેવા દર્દીઓને ઘરબેઠા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી શારિરીક ક્ષમતા વધારી શકાય છે. લાઇફ સેવર મશીન ઓછીમાત્રા વાળા બિમારીવાળા દર્દીઓ માટે આશિર્વવાદ રૂપ છે. લાઇફ સેવર મશીનની ઉપયોગિતા વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા અમલસાડ, ગણદેવી, ગડત, ધનોરી, ગણદેવી, કછોલી, કેસલી, નવસારી, અંકલાછ, લીમઝર, ઉનાઇ, વાંસદા કોટેજ, ખેરગામ ખાતે લાઇફ સેવર મશીન આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે રોટરી કલબ બારડોલી, રોટરી કલબ, ગણદેવીના પ્રમુખશ્રીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

 

 

Related posts

બીલીમોરા-ગણદેવી માં વડાપ્રધાન નાં જન્મદિને સેવાકાર્યો નો ધમધમાટ, ૧૦ કિલો ની કેક કાપી વધામણાં કરાયા

Gujarat Network

નવસારી જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat Network

ચીખલી ના ખૂંધ ગામ માં કરંટ લાગતા ત્રણ લોકો ના થયા મોત

Gujarat Network

સરકારી વિનયન અને વાણિજય કોલેજ વાંસદા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Gujarat Network

ખેરગામના નાંધઇ ગામે અતિઝેરી કામરીયો અને આછવણી ગામે ખેતરમાં ઝેરી કોબ્રા નાગને ઉગારી લેવાયો.

Gujarat Network

જામનગર જિલ્લાના કાલાવડ નજીક બાલંભડી ડેમમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરૂણ મૃત્યુ

Gujarat Network

ટિપ્પણી મૂકો