January 19, 2022
Gujarat Network
નેશનલ

ટૂલકિટ મામલે ભાજપના નેતા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી

ટૂલકિટ ( toolkit ) ના કેસમાં ભાજપ ( bhajap ) અને કોંગ્રેસ ( congress ) વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ( sambit patra ) ની મુશ્કેલીઓ વધવા જઇ રહી છે. છત્તીસગઢની રાજધાની રાયપુર પોલીસ રવિવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબિત પાત્રાની પૂછપરછ કરશે. પોલીસે સંબિત પાત્રાને  નોટિસ મોકલી હતી . શનિવારે કોંગ્રેસના નેતાની ફરિયાદના આધારે પોલીસે ગંભીર કલમોમાં સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર ( fir ) નોંધી હતી. રાયપુર પોલીસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હાજર થવા માટે નોટિસ મોકલી હતી. સંબિત પાત્રા  સામે આઈપીસીની કલમ 504, 505 (1) બીસી, 469,188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહની પૂછપરછ કરવામાં આવશે
આ કેસમાં છત્તીસગઢ ની રાયપુર પોલીસે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને 24 મેના રોજ નિવેદન નોંધવા તેમના નિવાસસ્થાને હાજર રહેવાની નોટિસ ફટકારી છે. કોંગ્રેસે 19 મેના રોજ છત્તીસગઢ ના પૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ ‘ટૂલકીટ’ કેસમાં ભાજપના આક્ષેપોને ફગાવીને એફઆઈઆર નોંધાવી હતી.

છત્તીસગઢ ના એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પાત્રાએ કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ ટૂલકીટને લઈને ટ્વિટર પર અનેક ટ્વીટ્સ કરી હતી.

ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા
નોંધપાત્ર વાત એ છે કે ભાજપે કોંગ્રેસ પર કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન મોદીની ( pm modi ) છબીને ‘ટૂલકીટ’ દ્વારા બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ કોરોના રોગચાળા દરમિયાન વડા પ્રધાનની છબીને દૂષિત કરવા માંગે છે. આ સાથે જ કોંગ્રેસે આવી કોઈપણ ટૂલકીટને નકારી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આવા કેસને લઈને ભાજપ કોરોના દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવતી બેદરકારીને છુપાવવા માંગે છે. કોંગ્રેસ રિસર્ચ વિંગના વડા રાજીવ ગૌડાએ કહ્યું કે, ભાજપ એઆઈસીસી રિસર્ચ વિભાગને કહીને નકલી ટૂલકિટને પ્રોત્સાહન આપી રહી છે. ટૂલકિટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ કેસની સુનાવણી કરશે.

Related posts

ભારત અને ચીન ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Gujarat Network

બ્લેક ફંગસના કેસોમાં વધારો,શરીરના આ અંગોને મોટું નુકશાન

Gujarat Network

તિહાડ જેલમાં સુશિલ કુમારની સુરક્ષા માટે બે ગેંગસ્ટરને મોકલવામાં આવશે

Gujarat Network

અપૂરતા વેક્સિન ડોઝ બાબતે રાહુલ ગાંધીએ કરી કેન્દ્ર સરકારની ટીકા

Gujarat Network

કોરોના કાળમાં કિસાનોએ ટાળ્યું દેશવ્યાપી પ્રદર્શન, કાળા વાવટા ફરકાવી કરશે વિરોધ

Gujarat Network

સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ મામલે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર

Gujarat Network

ટિપ્પણી મૂકો