January 19, 2022
Gujarat Network
નવસારી

નવસારીમાં L & T દ્વારા ઓક્સિજન ઉતપન્ન કરતું ઓક્સિજન યુનિટ અર્પણ

સમગ્ર ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે એલ.એન્ડ ટી. કંપની દ્વારા 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો યુનિટ નવસારી સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો છે. દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યા છે.

જે પૈકી તૈયાર થયેલા એક યુનિટને આજે નવસારી સિવિલ હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષતામાં અર્પણ કરવામાં આવ્યું છે. હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ પ્રતિ મિનિટે 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

આ પ્રસંગે નવસારી ના ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ,ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,નવસારી જિલ્લા ભાજપ ના પ્રભારી રણજીતભાઈ ચીમના,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,મહામંત્રી જીજ્ઞેશભાઈ નાયક,ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા હાજર રહ્યા હતા.

Related posts

ખારેલ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ઐતિહાસિક ૧ કરોડના નફા સાથે સુવર્ણ સિદ્ધિ: બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ વધાવી લીધી

Gujarat Network

બીલીમોરા રેલવે સ્ટેશને ચિમોડિયાનાકા ફાટક સમારકામ માટે ૧૦ દિવસો બંધ કરાઈ, ટ્રાફિક સમસ્યા વકરવા ના એંધાણ

Gujarat Network

જામનગર જિલ્લાના કાલાવડ નજીક બાલંભડી ડેમમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરૂણ મૃત્યુ

Gujarat Network

નવસારી જિલ્લાના એક ગામ માં યુવાન ને અજાણી યુવતી સાથે વીડિયો કોલિંગ થી વાત કરવાનું પડ્યું ભારે,બ્લેકમેલિંગ કરી હજારો રૂપિયા પડાવી લીધા.

Gujarat Network

નવસારી ના સોનવાડી બ્રિજ પર થી યુવાન ની અંબિકા નદી માં મોત ની છલાંગ

Gujarat Network

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી આર્થિક સમૃદ્ધિ

Gujarat Network

ટિપ્પણી મૂકો