August 3, 2021
Gujarat Network
નવસારી

બીલીમોરા નાં નામાંકિત આર એ પરીખ જવેલર્સ માંથી રૂ.૬૦.૭૧ લાખ નાં સોના નાં દાગીના ખરીદી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરનારા ભાઈ-બહેન સળિયા પાછળ ધકેલાયા

બીલીમોરા, તા.૨૬ બીલીમોરા નાં નામાંકિત આર એ પરીખ જવેલર્સ માંથી બે વર્ષ અગાઉ રૂ. ૬૦,૭૧,૭૮૧ નાં ૧૬૯૨.૩૨૦ ગ્રામ જેટલા વજન નાં સોના નાં દાગીના ખરીદી નાં રૂપિયા નહીં ચૂકવી, જવેલર્સ ને જાન થી મારી નાખવાની ધમકી આપનારા ભાઈ-બહેન સામે ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે છેતરપીંડી વિશ્વાસઘાત નો ગુનો નોંધી બંને ભાઈ બેન ને જેલ નાં સળીયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે બંને આરોપી ને ગણદેવી નામદાર કોર્ટ માં રજૂ કરી ૭ દિવસ નાં રિમાન્ડ માંગ કરતા કોર્ટે આગામી તા. ૨૮/૫/૨૦૨૧ સુધી બે દિવસ નાં રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં કાવતરા માં કોણ કોણ સામેલ છે અને સોનુ ક્યાં છે તે અંગે તપાસ હાથ ધરાઈ હતી.

બીલીમોરા સોમનાથ મંદિર પાછળ જગદીશ નગરમાં દીપ બંગલોઝ માં રહેતા જયમીન નીલકંઠ ભાઈ પટેલ(૩૭) અને તેની પરણિત બહેન અરિશ્મા બિરેનભાઈ પટેલ (૪૧) એ નામાંકિત જવેલર્સ આર એ પરીખ નો વિશ્વાસ સંપાદન કર્યો હતો. અને વર્ષો થી દાગીના ની ઉધાર ખરીદી કર્યા બાદ બાકી રૂપિયા ચુકવણી કરતા હતા. બંને ભાઈ બહેન નજીક માં જ રહેતા હોવાથી જવેલર્સ એ શંકા કુશંકા રાખી ન હતી. અને વહેવાર ચાલુ રાખ્યો હતો. બે વર્ષ અગાઉ ગત. તા. ૭/૫/૨૦૧૯ નાં રોજ જયમીન પટેલ એ આર એ પરીખ જવેલર્સ નાં શેતલભાઈ માંડલીયા ને ટેલિફોનિક જણાવ્યું હતું કે મારી બેન અરિશ્મા તથા મમ્મી કે મારી પત્ની તમારી દુકાને સોનાનાં દાગીના ખરીદી કરવા આવશે. તો તમે તેમને દાગીના આપજો હું પેમેન્ટ કરાવી આપીશ. તેમ જણાવતા દાગીના આપવાની જવેલર્સ એ હા પાડી હતી. જે બાદ અરિશ્મા પટેલે તા.૭/૫/૨૦૧૯ થી તા.૨૬/૬/૨૦૨૧ સુધી નાં દોઢેક મહિનામાં અલગ અલગ ૬ વેળા કુલ રૂ.૬૦૭૧૭૮૧ ની કિંમત નાં ૧૬૯૨.૩૬૦ ગ્રામ(૧૭૦ તોલા) વજન નાં સોનાનાં જુદાજુદા દાગીના ખરીદ્યા હતા. અને જવેલર્સ ને રૂપિયા ની ચિંતા ન કરવા કહી, રૂપિયા દૂધે ધોયેલા હોવાનો વિશ્વાસ આપ્યો હતો.જે બાદ વાયદા વચન અનુસાર જવેલર્સ એ ઉઘરાણી કરતા ફરી વાયદા કરાયા હતા.લાંબો સમય વીતી જવા છતાં રૂપિયા ચૂકવ્યા ન હતા. જેને કારણે અગ્રણીઓ નાં માધ્યમ થી બેઠકો મળી હતી. તેમ છતાં ચુકવણી કરી ન હતી. દરમિયાન આરોપી ભાઈ બહેન એ “તને રૂપિયા નહીં આપીએ જા તારાથી થાય તે કરી લેજે, વધારે મગજમારી કરીશ તો જાન થી મારી નાંખવા ની ધમકી આપી હતી. આથી આર એ પરીખ જવેલર્સ નાં શેતલભાઈ અજેન્દ્રભાઈ માંડલિયા(૪૫) રહે. મહેન્દ્રનગર બીલીમોરા એ પોલીસ માં ફરીયાદ આપી હતી. પોલીસે બંને ભાઈ બહેન વિરુદ્ધ પૂર્વ કાવતરું રચી વિશ્વાસ કેળવી રૂ. ૬૦.૭૧ લાખ નાં સોના નાં દાગીના ખરીદી તેની બાકી રકમ નહીં ચૂકવી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યા નો ગુનો નોંધી બંને ભાઈ બહેન ની ધરપકડ કરી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા હતા. બીલીમોરા પોલીસે બંને આરોપીઓને ગણદેવી કોર્ટ માં રજૂ કરી આ કાવતરા માં અન્ય સાગરીતો ની તપાસ, તેમજ સોનુ શોધવા ૭ દિવસ નાં રિમાન્ડ ની માંગ કરી હતી. કોર્ટે તા. ૨૮/૫/૨૦૧૯ સુધી નાં બે દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. સમગ્ર મામલે બીલીમોરા પોલીસ પીએસઆઇ કૌશલ વસાવા તપાસ ચલાવી રહ્યા છે.

Related posts

બીલીમોરા નગરપાલિકાની આગામી અઢી વર્ષની ટર્મ માટે 6 મહિલા દાવેદારો, નિરીક્ષકો સામે 62 લોકોએ મત રજૂ કર્યો

Gujarat Network

બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર આચાર્ય જોગેન્દ્ર વ્યાસે જયા પાર્વતી વ્રતનું ઓનલાઇન પુજન કરાવ્યું

Gujarat Network

બીલીમોરા સદ્દભાવના ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર હોસ્પિટલને કેસલીવાલા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ અને એનઆરઆઈ દાતા દ્વારા ૩૦ ઓક્સિજન કૉન્સ્ટ્રેટર મશીનો અપાયા

Gujarat Network

બીલીમોરા તબીબ પરિવારની ન્યુરો વૈજ્ઞાનિક પુત્રી ડો.પૌરવી ગાંધી એ ક્રોનિક પેઇનની સારવાર માટે રોગનિવારક પ્રોટીન ની શોધ કરી

Gujarat Network

નવસારી જિલ્લામાં માછીમારોએ કરી ધંધા ની વિધિવત શરૂઆત

Gujarat Network

ગણદેવી સ્મશાનભૂમિમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને અગ્નિદાહ આપતો મસાણીયો પીપીઈ કીટ સુરક્ષા વિહોણો, લોકો માં ગભરાટ નો માહોલ 

Gujarat Network

ટિપ્પણી મૂકો