August 3, 2021
Gujarat Network
નેશનલ

અપૂરતા વેક્સિન ડોઝ બાબતે રાહુલ ગાંધીએ કરી કેન્દ્ર સરકારની ટીકા

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. દરેક રાજ્યમાં એચએએલ કોરોના વેક્સિનના ડોઝ પૂરતા ન હોવાના કારણે વકસીન સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે . સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સીનના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સીનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત વેક્સીન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સીન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સીન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સીન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચુકયા છે.

પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સીનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સીન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે.

વેક્સીનેશન અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ લોકોને કોરોનાની વેક્સીન મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 23 લાખ ઉપરાંત લોકોને વેક્સીન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 17.34 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.51 કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચુકયા છે.

Related posts

ભારત અને ચીન ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Gujarat Network

ટૂલકિટ મામલે ભાજપના નેતા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી

Gujarat Network

તિહાડ જેલમાં સુશિલ કુમારની સુરક્ષા માટે બે ગેંગસ્ટરને મોકલવામાં આવશે

Gujarat Network

બ્લેક ફંગસના કેસોમાં વધારો,શરીરના આ અંગોને મોટું નુકશાન

Gujarat Network

કોરોના કાળમાં કિસાનોએ ટાળ્યું દેશવ્યાપી પ્રદર્શન, કાળા વાવટા ફરકાવી કરશે વિરોધ

Gujarat Network

સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ મામલે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર

Gujarat Network

ટિપ્પણી મૂકો