August 3, 2021
Gujarat Network
નેશનલ

તિહાડ જેલમાં સુશિલ કુમારની સુરક્ષા માટે બે ગેંગસ્ટરને મોકલવામાં આવશે

પહેલવાન સુશિલ કુમારે મરમારી કરીને કેટલાય દિવસો સુધી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને સોધવા માટે જમીન આકાશ એક કરી દીધું હતું. જે બાદ નાસતો ફરતો સુશિલ દિલ્હીથી ઝડપાઇ ગાયો હતો. સાગર ધનખડ મર્ડર કેસ (Sagar Dhankhar Murder Case) માં મંડોલી જેલ (Mandoli Jail) માં બંધ પહેલવાન સુશીલ કુમાર (Wrestler Sushil Kumar) ને ત્યાં પહેલાંથી જ રહેતી બે મોટા ગેંગસ્ટરોથી જીવનું જોખમ છે. સુશીલ કુમારની સુરક્ષાનું આકલન કર્યા બાદ હવે જેલ વહિવટીતંત્ર હરકતમાં આવી ગયું છે.

લોરેન્સ બિશ્નોઇ તિહાડમાં શિફ્ટ થયા
સૂત્રોના જણાવ્યા અનુસાર મંડોલી જેલમાં સુશીલના વિરોધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મંડોલી જેલમાંથી તિહાડની જેલ નંબર 1ના હાઇ સુરક્ષા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિરોધી એક અન્ય ગેંગસ્ટર સમ્પત નેહરાને પણ મંડોલીથી તિહાડ શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તેને પણ સોમવારે તિહાડ મોકલવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર મકોકા લાગેલો છે. તેને અને સમ્પત નહેરાને તાજેતરમાં જ મંડોલી જેલ નંબર 15 ના વોર્ડ નંબર 4 માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ જેલના સેલ નંબર 1 માં પહેલવાન સુશીલ કુમાર (Wrestler Sushil Kumar) પણ પહોંચી ગયા છે. ત્યારબાદ તેના પર વિરોધી ગેંગ તરફથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુશીલ પર CCTV થી 24 કલાક નજર
સુશીલની સુરક્ષાને કડક કરતાં CCTV દ્વારા ચોવીસ કલાક તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેની સાથે જ પેરામિલિટ્રી ફોર્સના જવાન પણ સુશીલના વોર્ડ પાસે 24 કલાક સુરક્ષા ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે.

જાણકારોના અનુસાર સાગર ધનખડ હત્યાકાંડ (Sagar Dhankhar Murder Case) બાદથી લોરેન્સ બિશ્વોઇ, સમ્પત નેહરા અને કાલા જઠેડી જેવા ગેંગસ્ટર સુશીલ (Wrestler Sushil Kumar) ના જીવ પાછળ પડી ગયા છે. તેને જોતાં જેલ વહિવટીતંત્ર તેની સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને આગામી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોની ધરપકડક કરવામાં આવી શકે છે.

Related posts

ભારત અને ચીન ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Gujarat Network

સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ મામલે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર

Gujarat Network

અપૂરતા વેક્સિન ડોઝ બાબતે રાહુલ ગાંધીએ કરી કેન્દ્ર સરકારની ટીકા

Gujarat Network

કોરોના કાળમાં કિસાનોએ ટાળ્યું દેશવ્યાપી પ્રદર્શન, કાળા વાવટા ફરકાવી કરશે વિરોધ

Gujarat Network

ટૂલકિટ મામલે ભાજપના નેતા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી

Gujarat Network

બ્લેક ફંગસના કેસોમાં વધારો,શરીરના આ અંગોને મોટું નુકશાન

Gujarat Network

ટિપ્પણી મૂકો