January 19, 2022
Gujarat Network
સુરત

સુરતમાં આપનો અનોખો વિરોધ, ભાજપી નેતા અને મેયરના ફોટા ખાડી પર લગાવી થઈ સફાઈ

વરસાદની સીઝનમાં શહેરમાં ખાડી પૂરને (Bay floods) કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડે છે. એટલું જ નહીં ખાડી કિનારે રહેતા લોકોનું નુકસાન પણ થાય છે. એવામાં શહેરમાં ખાડી પૂર ન આવે તે માટે શહેરની વિવિધ ખાડી સફાઈના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આપ દ્વારા ખાડી કિનારે સુરત મનપાના શાસકોના ફોટો લગાવી દેવાતા વિવાદ સર્જાયો છે.

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત છેલ્લા ત્રણ દિવસથી ખાડી સાફ કરવામાં આવી રહી છે. આજે તેનો ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ છે. જેનો શ્રેય પણ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાને આપવો જરૂરી છે. જેથી આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કરતા ત્રણેયના ફોટા ખાડી પાસે લગાવી દીધા છે.

ખાડી સાફ કરવા મશીનરી માગી પણ ન આપી
ખાડી સાફ કરવાનો આજે ચોથો દિવસ છે. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સાફ કરવા માટે મશીનરી માગવામાં આવી રહી છે તેમજ કોર્પોરેશનનો જે સ્ટાફ કામ કરતો હોય છે.તે સ્ટાફના કેટલાક માણસોની પણ માંગ કરવામાં આવી છે. પરંતુ શાસક પક્ષ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે.

ચોમાસું આવવાની તૈયારી છે ત્યારે ખાડી સફાઈ થઈ નથી. અને શહેરમાં દર વર્ષે ખાડીકિનારા વિસ્તારોમાં ખાડીપુર આવે છે. આ વર્ષે પણ તંત્ર દ્વારા ખાડીની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. જેથી આપ દ્વારા જાતે જ ખાડી સફાઈ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મેયર, ડે.મેયરને પણ પુરતા સાધનો સાથે ખાડી સફાઈ શરૂ કરાવવા માટે તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં મનપા તંત્રએ જણાવ્યું હતું કે, વરાછા ઝોન દ્વારા ખાડીની સફાઈ કરવામાં આવી રહી છે. આપ દ્વારા તંત્રની કામગીરી પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને સતત ચોથા દિવસે આપ દ્વારા શાસકોના ફોટા જ ખાડીમાં લગાવી ગોબરદાસ મેયર (Mayor), ગોબરદાસ ડે.મેયરના ફોટા લગાવી વિરોધ કર્યો હતો.

Related posts

સુરત: બારડોલી ના કડોદ ખાતે 71માં જિલ્લા કક્ષા ના વનમહોત્સવ ની ઉજવણી મંત્રી ગણપત વસાવા ની ઉપસ્થિત માં કરાઈ!!

Gujarat Network

સુરત: શહેર માં છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ: જાણો કયાં કયાં વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી!!

Gujarat Network

સુરત: કોરોના કાળમાં સુગર મિલો ની ચૂંટણી યોજવા અંગે સભાસદ દ્વારા વાંધો દર્શાવવામાં આવ્યો!!

Gujarat Network

સુરત:ઓલપાડ ના ટકારમા ગામ નું ATM તોડી તસ્કરો અંદાજીત ૭ લાખ રૂપિયા તાફડાવી ગયા!

Gujarat Network

જાણો ડ્રાઇવિંગ લાઈનસન્સ સહિત ના તમામ દસ્તાવેજો ની વેલીડિટી ક્યાં સુધી માન્ય ગણાશે!!

Gujarat Network

સુરત: જાણો શા માટે માંડવી APMC ના કર્મચારીઓ એ કાળી પેટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો!!

Gujarat Network

ટિપ્પણી મૂકો