બીલીમોરા,તા.૧૮ બીલીમોરામાં જાયન્ટ્સ ગ્રુપ ફાઉન્ડેશન બ્રાન્ચ ૩એ નું ૨૧ મુ વાર્ષિક અધિવેશન મરોલી વિભાગ ના યજમાનપદે રવિવારે યોજાયું હતું. જેમાં સામાજિક ઉત્તરદાયિત્વને બિરદાવી વિવિધ ગ્રુપો ને ૫૦ યુનિટ કક્ષા ના એવોર્ડ, સાહેલી ગ્રુપ ને ૩ એવોર્ડ, તેમજ ૧૧ એવોર્ડ કોરોના કામગીરી ને ધ્યાને લઇ એનાયત કરાયા હતા.
બીલીમોરા માં જાયન્ટ્સ ફાઉન્ડેશન એ સામાજિક ઉત્તરદાયિત્વ ને બિરદાવી એવોર્ડ સન્માન કર્યું હતું. વીતેલા બે વર્ષ દરમિયાન કોરોના પ્રોજેક્ટ ઉમદા કામગીરી, બ્લડ ડોનેશન જેવી વિવિધ કામગીરી માટે એવોર્ડ વિતરણ કરાયા હતા. જેમાં જાયન્ટસ ગ્રુપ ભરૂચ, બીલીમોરા, મરોલી, ખંભાત ગ્રેટર સુરત, ઇન્દ્રપુરી, સિલ્ક સીટી, સુરત, વલસાડ, વાપી, નર્મદનગરી સુરત, નિઝામપુરા, માંજલપુર ગ્રુપ એવોર્ડ માટે હકદાર બન્યા હતા. તે સાથે વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિવિધ ગ્રુપો ના પ્રમુખો ની જાહેરાત કરાઈ હતી.
આ પ્રસંગે જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન બ્રાન્ચ-૩એ નાં પ્રમુખ વિજય પટેલ, બીલીમોરા જાયન્ટ્સ ગ્રુપ નાં પ્રમુખ પંકજ મોદી, બ્રાન્ચ સેક્રેટરી સુમંત પટેલ, વિજય તમાકુવાલા, મહેશ ગાંધી, ફેડરેશન પૂર્વ પ્રમુખ કૌશિક વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વીતેલા બે વર્ષ ના સહયોગી ઓનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આશાબેન ભટ્ટ એ પોતાની આગવી શૈલી માં સ્ત્રી સશક્તિકરણ ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું. પૂર્વ પ્રમુખો અને અગ્રણીઓ ને સ્મૃતિ ભેટ મોમેન્ટો અર્પણ કરાયા હતા.